SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા તબક્કો ત્રીજો રતનપાળ યાને દાદાની ટુંક રતનપાળના દરવાજામાં થઈ ને એટલે પુંડરીકસ્વામીની નીચે થઇને પગથિયાં ચઢીને આગળ જવાય છે. આગળ ચાલતાં સ્નાત્ર મંડપ આવે છે. આ દાદાના મંદિરની આગળના ચાકમાં છે. આ ચાકમાં તળિયાનું આરસપાનનું કામ ધુલીઆ નિવાસી સખારામ દુર્લભદાસે કરાવેલું છે. અને તે ચાકમાં ચાંદીનું સેાનાથી રસેલું સિંહાસન શેઠ દેવકરણ મુળજીએ મૂકેલું છે. તેમાં પ્રભુજીને પધરાવીને સ્નાત્ર ભણાવાય છે. પૂજા પણ ભણાવાય છે. મંડપમાં છાંયેા કરવાને માટે લાખડના પાઈપ વગેરે નાખીને ઢાંકણુ, ખંભાતવાળા શેઠ પેાપટલાલ અમરચંદે કરાવ્યું છે. ત્યાંથી શ્રીઆદીશ્વર દાદાના મંદિરમાં જવાય છે. ભરત મહારાજાથી માંડીને કરમાશા સુધી સાળ ઉદ્ધાર થયા છે. આ મંદિર (વર્તમાનકાલમાં છે તે) વિ.સ. ૧૨૧૩માં માહડમત્રીએ કરેલા ઉદ્ધારનું છે. પંદરમા અને સેાળમા ઉદ્ધારમાં તેનું સમારકામ થયું છે, પણુ મંદિર નવું બંધાયું નથી. પંદરમા સેાળમા ઉદ્ધારમાં મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની મૂર્તિ નવી ભરાવીને પ્રતિષ્ઠા કરી છે. વમાનમાં પણ કરમાશાના ઉદ્ધારના વિ.સ. ૧૫૮૭ના શિલાલેખ પ્રતિમા ઉપર વિદ્યમાન છે. દાદાનુ પરિકર ત્યારે ન હતું. અત્યારે જે પરિકર છે તે અમદાવાદના શા. શાંતિદાસ વગેરેએ ભરાવેલું છે. તેની પ્રતિષ્ઠા વિ.સ. ૧૬૭૦માં શ્રીવિજયદેવસૂરિ મહારાજે કરી છે. દાદાનું મંદિર ભોંયતળિએથી ખાવન હાથ ઊંચું છે. શિખરમાં ૧૨૪૫ કુભા છે. એકવીસ સિંહાના વિજય ચિહ્ન શેાલી રહયાં છે. ચાર દિશામાં ચાર ચેાગીનીઓ છે. દશપાલાનાં પ્રતિકા એના રક્ષકપણાને ખ્યાલ આપી રહ્યાં છે. મંદિરની વિશાળતાના ખ્યાલ આપતી ગભરાની આસપાસ મંડપમાં બહેતર દેવકુલિકાઓની રચના છે. (જો કે રતનપાળના કોટને લાગીને તા . અનેક દેરીએછે.) ચાર ગવાક્ષા એની ભવ્યતામાં વધારા કરે છે. ખત્રીસ પૂતલીએ અને છત્રીસ તારણા આ મદિરને કળામય બનાવે છે. મંદિરને ટેકવી રાખતા કુલ્લે મહાતેર આધાર સ્થંભો એની કળામય રચનાનું ભાન કરાવી રહયા છે. એવી સર્વાંગ સુંદર રચના પાછળ પેાતાની અનગળ સંપત્તિ લગાડનાર કરમાશા પછી તેજપાળ સેાની છે. સેાળમા ઉદ્ધારના કરતા કરમાશા ઉદ્ધારવાળા અને ખાડમંત્રીના બનાવેલા આ મૂળમંદિરને ‘નદીવન’ એવું નામ સ. ૧૯૫૦માં અપાયું એવુ દેખાય છે. ત્રણ શિલાલેખા વર્તમાનમાં દાદાના મંરિમાં પ્રવેશ કરવાના સન્મુખના ચાકીયાળામાં અત્યારે ત્રણ શિલાલેખ છે. તે આ પ્રમાણે ૧-કરમાશાના ઉદ્ધારના મોટા શિલાલેખ પેસતાં ડાબે હાથે (૧૨૩)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy