SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય શત્રુ જય છે. કેમકે આ ગિરિરાજના મહિમા એવા છે કે ગમેતેવા ભાવિકને આની પ્રશસ્તિ કરવાનું મન થઈ જાય. વળી આ ગિરિરાજની બહુ પ્રાચીનકાળની તળેટી ઠેઠ વડનગર ગુજરાત પાસે હતી પણ ઈતિહાસની નજરે અમુક સદીઓ પહેલાં વલ્લભીપુર આગળ તલેટી હતી, અને ઘૂઘવતા સાગર આ તીર્થાધિરાજની ચરણ પખાલી અનેરાં સ્તુતિગાન કરતા. આના કારણમાં એમ સમજાય છે કે અત્યારના વલ્લભીપુરની ઉત્તરે ભાલ પ્રદેશ છે, ત્યાં પ્રથમ સમુદ્ર હતા અને અત્યારે પણ ચેમાસામાં પાણી ફરી વળે છે. એટલું નઢુિ પરંતુ તેની ઉત્તરે છેક અમદાવાદ સુધી આવેલા ખંભાતના રણમાં ઈ. સ. ૧૮૮૫ સુધી વમાં છ મહિના પાણી ફરી વળતાં હતાં, તે ખતાવે છે કે સૌરાષ્ટ્રના અત્યારે જેમ દક્ષિણ અને પશ્ચિમ કિનારા તરતા છે, તેમ અગાઉ લગભગ ચાતરફ છેક અમદાવાદથી આખા કાઠિયાવાડને ફરીને દ્વારકા થઇ છેક ખારાઘેાડા પાટડી અજાણા સુધી સમુદ્ર હાવા જોઈએ. કાઠિયાવાડ સર્વસંગ્રહમાં અને વિદેશી-શેાધકોના નિર્ણય પણ એવા જ છે કે અરખી સમુદ્રની સરહદ ગેાપનાથ સુધી ગણીયે તે ત્યાંથી એક તરફ ગેાપનાથ તથા સામે કાંઠે દમણુ અને સુરતથી ખભાતના અખાતની સરહદ શરૂ થઇને તેની અણી અમદાવાદની સાબરમતી નદી સુધી છે. જો કે આ અખાતમાં ગુજરાત-કાઠિયાવાડની ઘણી મેાટી નદીએનાં મુખ જતાં હેાવાથી તેમાં આવતાં પૂરનાં પાણી દર વર્ષે રૂા. ૮૫, ૨૮, ૨૫, ૩૪, ૬૪૦ ટન સાથે સરેરાશ ૩૮, ૩૭, ૭૧, ૪૦૫ ટન કચરા ખંભાતના અખાતમાં ભળે છે. આ રીતે એક હજાર વર્ષે ખભાતના અખાતના ૨૪૫૦ ઘન ચેારસ માઈલના વિસ્તાર પુરાઈ જવા જોઇએ, જો કે વચ્ચે અરબી સમુદ્રના મેટા લેાઢ નિયમિત જમીન વધ્યે જતી નથી. છતાં આ ભાગમાં નજીવા જ રહ્યો છે, તેમ જોઈ શકાય છે. આવીને તે કચરો ખેંચી જાય છે એટલે અખાતને ઉપયેગ ભાવનગરથી આગળ જ્યારે કચ્છના અખાતમાં પણ છેક દ્વારકાથી જોડીયા અંદર અને તેથી પણ છ માઈલ અંદર સુધી હજી વહાણુ વહેવાર છે, ને તે પછી કચ્છના રણમાં ચામાસામાં છાલકાં પાણી ભરાઈ તેમાં મીઠું પાકે છે. તેમજ ખારાઘેાડામાં અત્યારે પણ જથ્થાબંધ મીઠાની પેદાશ છે. VII
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy