SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય શત્રુંજય તરણ તારણહાર શ્રીજિનશાસનની આરાધના કરનાર વિવેકી પુણ્યાત્મા એ વાત સારી રીતે સમજી શકે છે કે જૈન દર્શનમાન્ય ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યમાં માત્ર જીવ પુદગલ બે દ્રવ્ય બાહ્ય નિમિત્તોની અસર ઝીલનારા છે, તેથી તે બંને દ્રવ્યો પરિણામી કહેવાય છે. માટે જીવદ્રવ્યને શુભાશુભ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના નિમિત્તોની અસર થતી રહે છે. તે વાતને લક્ષ્યમાં રાખી જ્ઞાનીઓએ અનાદિકાળથી અશુભ-સંસ્કારને જગાવનારા અશુભ દ્રવ્યાદિનિમિત્તોથી અળગા રહી કર્મનિર્જરાના બળને વધારનારા શુભ પ્રશસ્ત દ્રવ્યાદિ-નિમિત્તોની અસરતળે રહેવાનું જરૂરી જણાવ્યું છે. આ દૃષ્ટિકોણથી જિનશાસનમાન્ય દરેક ધર્મક્રિયામાં તીર્થના આશ્રયની વાત મહત્વની જણાવી છે. તે તીર્થ બે જાતનાં-જંગમતીર્થ અને સ્થાવરતીર્થ. જંગમતીર્થ રૂપ પૂ. સાધુ સાધ્વીજી ભગવંતની નિશ્રામાં ધર્મ ક્રિયાના સેવનથી વિશિષ્ટ નિર્જરા દાયક પરિણામોની સ્વતઃ પ્રાપ્તિ સુલભ થાય છે. આમછતાં સાપેક્ષ રીતે જંગમતીર્થકરતાં સ્થાવરતીર્થો વધુ સુલભ અને વિશિષ્ટ પ્રેરણાદાયક નિવડતા ઈ સ્થાવરતીર્થોનું મહત્ત્વ જિનશાસનમાં સર્વાધિક છે. આવા સ્થાવરતીર્થો માત્ર કર્મની નિંજરાને વાતાવરણને પિષક થવા સાથે જિનશાસનમાં આદરણીય ગણાયા છે. તેમાં પણ બધા તીર્થો કરતાં પરમપવિત્ર શ્રીસિદ્ધચલ મહાતીર્થ સમસ્તવિશ્વમાં વિશિષ્ટરજકણે અને અપૂર્વ વાતાવરણની ગરિમાના લીધે સર્વોચ્ચ કોટિનું મનાયું છે. જ્યાં કે જ્યારે મેક્ષમાર્ગ ચાલુ હોય ત્યારે ક્ષેત્રપ્રભાવે વિશિષ્ટ નિર્જરાના પરિણામો કેળવી સેંકડો હજારે લાગે અને કરેડોની સંખ્યામાં ચેકબંધ ભવ્યાત્માઓ કર્મબંધનથી મુક્તિ મેળવી ગયા છે. અને હજી પણ મેળવશે. આવા પરમ પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજની અદ્દભુત ગરિમાનું વર્ણન દેવેંદ્રો કે તીર્થકરો પણ સંપૂર્ણપણે ન કરી શકે તેમ છતાં ‘શુભે યથાશક્તિ યતનીયં” ન્યાયે આજસુધીના અનેક મહાપુરૂષોએ સૌથી વધારે આ ગિરિરાજની સ્તવના મહિમા વર્ણન સ્તવને, , રાસાએ ગ્રંથે આદિની રચના દ્વારા કરેલ છે. આવા મહામહિમશાળી શ્રીશંત્રુજયગિરિરાજા અંગે વર્તમાનકાળે પણ ઘણું ઘણું લખાયું VI
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy