SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા અને તે પર ટેકવેલ પદ્મશિલાયુક્ત, સુંદર છત સાથેને રંગમંડપ જોવા મળે છે. રંગમંડપ પછી ગૂઢમંડપ અને તે પછી મૂળ પ્રાસાદ આવે છે. જેમાં મૂળ આદિનાથ ભગવાન પ્રતિષ્ઠિત હતા. આવું પ્રાચીન તીર્થમાલાઓ બોલે છે. ગૂઢ મંડપના દ્વારની અડખે-પડખે સુંદર જાળીની કેરણીવાળાં ગોખલાઓ કાઢેલા છે. ગૂઢ મંડપના ઉત્તર દક્ષિણ પડખાનું, જુદી જુદી કેરણીયુક્ત વિતાનેથી દેવકુલિઓ સાથે સંધાન કરી લીધું છે. પાછળના ભાગમાં ત્રણ ગઢવાળ મનહર મેરુ છે. આજુબાજુ બે મેટી દેરીઓ છે. તેમાં તીર્થમાળાઓના કથન અનુસાર પાર્શ્વનાથને નેમિનાથ બિરાજમાન હતા. બન્ને દેરીઓની સાંધતી છતમાં “નાગપાસ” “રાસલીલા” વગેરે છે. રંગમંડપના ત્રણ ઘુમટોમાં અનેક પ્રકારનું કેતરકામ, પંચ કલ્યાણક વગેરે વગેરે વિવિધ વસ્તુઓ લીધી છે. જુલતીદેવીઓ (કદાચ તે વિદ્યાદેવીઓ પણ હોય) છે. મેથી નીચે ઉતરતાં જમણી બાજુએ નેમનાથની અડધી બંધાયેલી ચોરી છે. તેના ભાલપટમાં આ નેમનાથના જીવનચરિત્રને ચિતાર પાટડામાં કરેલું છે. અત્રે મોટો દરવાજે છે. તેની આજુબાજુમાં બે ગોખલાં છે. તેમાં પથ્થરનાં કેરાલા યક્ષ યક્ષણ છે. (આ વિમલવસહીની કારીગરીને કઈ સાલમાં લેવી તે મારો અભ્યાસ નથી) આ મોટા દ્વાર આગળ જવાને રસ્તે હતે. એમ સ્થાપત્યકારને માનવું જ પડે. પછી શું થયું તે વાત આગળ વિચારીશું. વિમલવસહીથી આગળ ચાલતાં મેક્ષની બારીવાળું સ્થાન છે. તેમાં સાંઢણી છે. તેના પગ વચ્ચેથી નીકળવાનું છે, એટલે તેને મોક્ષની બારી કહે છે. આગળ ચાલતાં સં. ૧૬૮૮ માં બંધાવેલા વિમલનાથ અને અજિતનાથના મંદિર છે. પાછલી બાજુમાં થેડી નાની નાની દેરીઓ છે. પછી ભાવનગરના શેઠ કુંવરજી લાધાએ સંવત ૧૮૧૫ માં બંધાવેલ સહસ્ત્રફણ પાર્શ્વનાથનું મંદિર છે. તે પછી પાટણવાળા શેઠ પન્નાલાલ કોટાવાળા બાબુએ બંધાવેલ આરસનું નાજુક મંદિર છે. જેની પ્રતિષ્ઠા-આગમેદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ કરી છે, આગળ ચાલતાં ધર્મનાથભગવાનનું મંદિર છે. ચૌદમી સદીની કેરણીવાળું છે. કદાચ આજ મંદિર જગા શેઠનું હોય. વિ. સ. ૧૯૮૩માં હીરાબાઈનું બંધાવેલ ચંદ્રપ્રભુનું મંદિર આવે છે. તેનાં મંડપમાં સુંદર કેરણીવાળા તેરણ છે. તે મંદિરને અડીને પાછળ ખેંચીને બાંધેલું જામનગર ના ઓસવાળ બંધુઓ વર્ધમાનશાહ અને પદમસિંહશાહે સં ૧૬૭૮ માં બંધાવેલું શાંતિનાથ ભગવાનનું મંદિર છે. વળી એક સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર છે. કુમાર વિહાર આ આખી લાઈનના છેડા ઉપર કુમારપાળના મંદિરથી ઓળખાતું મંદિર છે. વિદ્વાનોની ગણતરીએ સં. ૧૩૭૭ ની આસપાસ બંધાવેલું આ મંદિર છે કુમારવિહાર પાલીતાણામાં હોવાના (૧૧૭)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy