SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન છીપાળતી યાત્રા છરી પાળતા સંઘની યાત્રાનું જ મહત્વ છે. પગપાળા જે યાત્રા તે આત્મકલ્યાણનું જ સાધન બને છે, તેવું વાહનની યાત્રા બનતી નથી. જો કે યાત્રા તે લાભ આપે છે, પણ છરી પાળતા–પગપાળાની યાત્રામાં કાયા તીર્થ તરફના પગલાં ભરે છે, મન તીર્થની ભાવનામાં રહે છે, અને વચન તે બન્નેને અનુકુળ વતે છે. આ આત્મ ઉદ્ધારને સુંદર લાભ પગપાલા યાત્રામાં છે, આથી જ છરી પાળતા સંઘની મહત્તા છે. આ અવસપીણીમાં પ્રથમ સંઘપતિ, ગષભદેવ ભગવાનના ઉપદેશથી, ભરત મહારાજ હતા. તે પછી તે તે સમયમાં તેવા તેવા પુણ્યવાન પુરુષોએ સંઘે કાઢ્યા અને આત્મસાધનાનું ભાથું બાંધ્યું. યાવત્ મહાવીર ભગવાના શાસન સુધી. મહાવીર મહારાજના શાસનમાં જે ચેડા ઘણા નામે પ્રચલીત છે, તે આ પ્રમાણે છે. શ્રીસિદ્ધસેન દિવાકર સૂરિથી પ્રતિબોધ પામેલ વિક્રમરાજા, કલકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યથી પ્રતિબંધ પામેલ કુમારપાળ મહારાજ, શ્રેષ્ઠિઆભૂસંઘવી, સાધુપેથડશા, મંત્રી–વસ્તુપાળ તેવી રીતે અનેક પુણ્યવાન પુરુષોએ છરી પાળતા સંઘ કાઢ્યા. વીસમી સદીનાં પણ ચેડાં નામે-રાધનપુરવાળા શેઠ ગીરધરલાલ ત્રીકમલાલ. શેઠ જીવાભાઈ પ્રતાપસી, સુરતના શેઠ જીવણભાઈ, અમદાવાદના સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ જામનગરના શેઠ પિપટલાલ ધારશી વેરા, શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ વેરા, વગેરે અનેક પુણ્યવાન પુરુષોએ સંઘ કાઢ્યા. ૨૦૩૩ માં આ. ભ. શ્રીવિજ્યપ્રતાપ સૂરીશ્વર મહારાજ આદિના ઉપદેશથી મુંબઈથી ગિરિરાજને સંઘ કાર્યો હતો. કલકત્તાથી શ્રી શત્રુંજય ગિરિરાજને સંઘ નીકળે. એમ અનેક પુણ્યવાન પુરુષોએ શ્રી શત્રુંજય ગિરિરાજ આદિને છરી પાળતા સંઘે કાઢયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ વગેરે વગેરે પ્રદેશથી પણ પુણ્યવાન પુરુષોએ ગુરુમહારાજના ઉપદેશથી ગિરિરાજના સંઘ કાઢ્યા છે. વળી વર્તમાનમાં પણ છરી પાળતા સંઘે નીકળે છે. અને વાહન વ્યવહારવાળા અનેક સંઘે નીકળે છે. ગિરિરાજના ચઢાણમાં ડોળીને પણ ઉપયોગ કરે છે. પણ છરી પાળવાવાળા પુણ્યવાને તે ચાલીને જ યાત્રા કરે છે. ભૂતકાળમાં, રેલ્વે થઈ તે પહેલાં પણ, ઘણાએ પુણ્યવાન સંઘને છરી પાળતા લાવ્યા હશે, અને અત્યારે પણ લાવે છે. પૂર્વમાં રેલ્વે માર્ગ શરૂ થતાં, યાત્રિકોએ રેલવે માર્ગ પણ આવવાનું શરૂ કર્યું. સેનગઢ ઉતરતા અને ત્યાંથી આવતા. પાલીતાણા સ્ટેટની હદ શરૂ થતાં પાલીતાણા સ્ટેટ રક્ષણ આપતું અને પાલીતાણ આવતા. (૧૦૦)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy