SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજય મહાતીના ઉદ્ધારા યાત્રા કરી નીચે ઉતરી આગળ પ્રયાણ કર્યુ. સમરસેન રાજા સાથે યુદ્ધ કરતાં શત્રુના ખાણેાથી તેનુ શરીર જર્જરીત થઇ ગયું, તેા પણ ઉડ્ડયન મંત્રીએ સમરરાજા ઉપર માણેાના પ્રહાર કરી તેને મારી નાંખ્યા અને જીત મેળવી, દેશ કબજે કર્યાં. મામાં ઉડ્ડયન મંત્રીને શત્રુનાં માણેાના પ્રહારની વેદનાથી આંખે અંધારા આવવા લાગ્યાં. તેથી છાવણીમાં મુકામ કર્યાં, ઉપચારો કરવા છતાં સારૂ ન થયું ત્યારે ઉદ્યન મંત્રીએ પરિવારને જણાવ્યું કે મારા મૃત્યુ સમયે ચાર વસ્તુઓ પૂર્ણ કરવાની કબૂલાત આપે! તે મને સàાષ થાય. ૧. નાના પુત્ર અંખડને સેનાપતિ બનાવવા, ૨. શ્રીશત્રુ જય ગિરિવર ઉપર પાષાણના પ્રાસાદ બનાવવેા. ૩. ગિરિનારજી ઉપર પત્થરનાં પગથિયાં, ૪. મને નિર્યામણા કરાવનાર ગુરુ મળે.' 6 આ સાંભળી સામંત આદિએ કહ્યું કે પહેલા ત્રણ કાર્યાં તે તમારા મોટા પુત્ર બાહુડ પૂર્ણ કરશે. તમે અમે સાક્ષીભૂત છીએ અને તમેને નિર્યામા કરાવનાર સાધુ મહારાજને હમણાં જ શેાધી લાવીએ છીએ.’ બાહુડે પિતાજીની ઈચ્છા પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા કરી. પછી ત્યાં આસપાસમાં કઇ મુનિરાજ નહિ ાવાથી, એક વંઠે પુરૂષને સાધુના વેષ પહેરાવી ઉડ્ડયન મંત્રી પાસે લઇ જઇ નિર્યામણા કરાવી. મંત્રી સમગ્ર પ્રાણીઓને ખમાવી, સ્વગે ગયા. પછી વંઠે વિચાયું કે, જગત જેને સલામેા ભરે છે એવા મંત્રીએ ભિખારી એવા મને જે વંદન કર્યું, તે ખરેખર આ વેષને જ પ્રભાવ છે, માટે આ વેષ મને શરણભૂત હા.' પછી તે વંઠ સાધુએ સુગુરુ પાસે જઈ વિધિપૂર્વક દીક્ષા લઇ નળ રીતે સંયમનુ પાલન કર્યું, પછી ગિરનારજી ઉપર જઈ બે મહીનાનું અનશન કરી સ્વગે` ગયા. બાહુડે કુમારપાળ રાજાની આજ્ઞા મેળવી, ગિરનારજી ઉપર ત્રેસઠ લાખ દ્રવ્ય ખરચી નવાં પગથિયાં કરાવ્યાં, પછી પરદેશનાં કારીગરાને ખેલાવી શ્રીશત્રુ ંજય ઉપર બધાં મંદિરે પાષાણનાં બનાવવાની શરૂઆત કરી. શ્રીસિદ્ધિગિરિની છાયા (તલાટી) પાસે ઉતારા કરી અહાડ મંત્રી વગેરે બેઠા છે, આજુમાજુ ખબર પડતાં પણ દરેક સ્થળેાથી અનેક પુણ્યશાળીએ ઉદ્ધાર કુંડમાં નાણાં આપવા વિનવે છે. મંત્રીશ્વર લેવા ના કહે છે. એટલે આગ્રહ ભરી વિનંતિ કરતાં દાક્ષિણ્યતાથી સ્વીકારે છે. (૭૫)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy