SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. ઉપસંહાર પર૩ જ્યાં જ્યાં મન જાય, જે જે વિચાર પુરે તે સર્વમાં આ ચિતિશક્તિના સ્વરૂપ ધર્મોને આગ્રહવડે જેવા, એટલું જ નહિ, પણ તે ધર્મોને પિતાનામાં અનુભવવાં, ચિતિશ. ક્તિનાં લક્ષણે વિના વિજાતીય એક પણ લક્ષણને અંતઃકરણમાં પ્રકટવા ન દેવું, ચિતિશક્તિનાં લક્ષણોમાં તન્મય થઈ જવું એજ ભક્તિનું શિખર છે. આવી જ અનન્ય ભક્તિ ઈસિતાથને અર્પે છે. વિચારરૂપી મહાધન તમને પ્રાપ્ત છે, તે રાત્રિદિવસ વપરાતાં ખુટે એવું નથી. વળી તે વાપરવાની જ્યારે કળા આવડે છે, ત્યારે તે એટલું બધું બળવાન સમજાય છે કે આ લેકિક ધનનું બળ તેને આગળ અત્યંત તુચ્છ ભાસે છે. લૈકિક ધન ક્ષણિક હિત સાધે છે, ત્યારે આ વિચાર ધનનું દાન ચિરસ્થાયી હિતને સાધે છે. તેથી આ લૈકિક ધનનું દાન કરવાને જીવ ન ચાલે તે ચિંતા નથી, પણ પ્રાણી માત્રના હિત. ના સંકલ્પને હૃદયમાં પ્રકટાવતાં કદી કંજુસ થશે નહિં. એ સંકલ્પ પુનઃ પુનઃ થતાં તમારી કૃપશુતા પણ ક્રમે ક્રમે નષ્ટ થશે જ. પકત વિચારોથી તમને સ્પષ્ટ થયું હશે જ કે શુદ્ધ વિચારનું સતત સેવન કરવાથી ચિતિશકિતની નિકટના પ્રદેશમાં આદેશને પ્રકટાવવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. શુદ્ધ વિચારે જ એ પ્રદેશમાં જઈ શકવા સમર્થ છે. અશુદ્ધ વિચારે સ્કૂલ હેવાથી તેમને ત્યાં પ્રવેશ નથી. જેમ જેમ શુદ્ધવિચારોનું પ્રાબલ્ય અંતઃકરણમાં વધતું જાય છે તેમ તેમ ચિતિશકિતના પ્રદેશમાં પ્રવેશ કરવાનું આપણું સામર્થ્ય વધતું જાય છે, અને જેમ જેમ અશુદ્ધ વિચારની પ્રબળતા અંતઃકરણમાં થતી જાય છે, તેમ તેમ ચિતિશક્તિના પ્રદેશથી આપણે વધારે અને વધારે દૂર જતા જઈએ છીએ. ચિતિશકિતને પ્રદેશ સર્વ સામર્થ્યનું ઉત્પત્તિ સ્થાન છે. તેથી સામની ઇચ્છાવાળાએ ચિતિશક્તિના પ્રદેશમાં પ્રવેશવાના નિયમોનું પાલન કરવું એ અવશ્ય કર્તવ્ય છે. અને શુદ્ધવિચાર અને શુદ્ધાચરણ એજ આ નિયમનું પાલન છે. આ જન્મમાં અવશ્ય મને ઈષ્ટ સાક્ષાત્કાર અથવા સ્વરૂપ સાક્ષાત્કાર થશે જ. એ વી દઢ શ્રદ્ધાર્થ વરૂપ સાક્ષાત્કારની વાટ જોયા કરવી, એ પણ શુદ્ધ વિચાર છે. આ આદિ અનેક પ્રકારની શુદ્ધ વિચારમાં ગણના થાય છે. આવા વિચારેને નિરંતર સેવવા એજ ચિતિશક્તિના અનંત સામર્થ્યને હૃદયમાં પ્રકટાવવાની અમોઘ કળા છે. મનુષ્ય જેવા વિચાર કરે છે, તે તે અવશ્ય થાય જ છે. શુદ્ધવિચાર મનુષ્યને શુદ્ધ ચિતિશકિત સ્વરૂપ અવશ્ય કરી મૂકે જ છે. અખંડ સુખ-અનંત સામર્થ્યને આ વિના અન્ય કેઈ ઉપાય પૂર્વે હતો નહિ, આજે છે નહિ, ભવિષ્યમાં હશે નહિ. સાધન માત્ર ઉદ્દેશ-પછી તે ભકિત હોય, યોગ હોય, સાંખ્ય હોય કે ગમે તે હોય
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy