SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પદ ભાવ રચ-અધિકાર. જીનાશાપ સીતામાં શરીર શુદ્ધિ. सम्यक्त्वशीलमनघं जिनवाक्यतीर्थ यत्तत्रचारुधिषणाः कुरुताभिषेकम् । तीर्थाभिषेकशतो मनसः कदाचिन्नान्तर्गतस्य हि मनागपि शुद्धबुद्धिः॥ १९॥ હે ઉત્તમ બુદ્ધિવાળા પુરૂષ! જે જિન ભગવાનના વાયરૂપી તીર્થ સમ્યકત્વ અને શીલવાળું છે અને નિષ્પા૫ છે તેમાં તમે સ્નાન કરે એટલે જ્ઞાનામૃતનું આદરથી શ્રવણ પાન કરે. કારણ કે પાણીના તીર્થોમાં ન્હાવાથી કેઈ પણ દિવસ અદર રહેલા મનની કાંઈપણ શુદ્ધતાની બુદ્ધિ થતી નથી. ૧૯ જળસ્નાન બાહ્ય શુદ્ધિ માટે જ છે. चित्तं विशुध्यति जलेन मलावलिप्तं यो भाषतेऽनृतपरोऽस्ति जनो न तस्मात् । बाह्यं मलं तनुगतं व्यपहन्ति नीरं गन्धं शुभेतरमपीति वदन्ति सन्तः ॥२०॥ મળ(કામ)થી લીંપાયેલું ચિત્ત જળથી શુદ્ધ થાય છે, એમ જે માણસ બોલે છે, તેનાથી બીજે કઈ માણસ અસત્યવાદી નથી પરંતુ પુરૂષ કહે છે કે જળ તે માત્ર શરીર પર રહેલા બાહ્ય મળને તથા અશુભ ગંધને દૂર કરે છે. ૨૦ જ્ઞાન શીળાદિમાં સંપૂર્ણ શુદ્ધિને પ્રભાવ. वार्यग्निभस्मरविमन्त्रधरादिभेदाच्छाद्धं वदन्ति बहुधा भुवि किन्तु पुंसाम् । सुज्ञानशील शमसंयमशुद्धितोन्या नो पापलेपमपहन्तुमलं विशुद्धिः ॥२१॥ પાણી, અગ્નિ, ભમ, સૂર્ય, અન્ન, પૃથ્વી વગેરે ભેદેથી પૃથ્વીમાં પુરૂષની ઘણે પ્રકારે શુદ્ધિ કહેલ છે. પરંતુ સુન્દર એવું જ્ઞાન, શીલ, શમ, (ઈન્દ્રિયનિગ્રહ) અને સંયમ આ શુદ્ધિથી બીજા પ્રકારની વિશુદ્ધ(પવિત્રતા) મનુષ્યોના પાપના લેપને હણવાને જોઈએ તેટલા સમર્થ નથી. ૨૧ ત્રિરત્ન સેવનથી આંતર શુદ્ધિ. रत्नत्रयामलजलेन करोति शुद्धि श्रुत्वा जिनेंद्रमुखनिर्गतवाक्यतीर्थम् । योऽन्तर्गतं निखिलकर्ममलं दुरन्तं पक्षाल्य मोक्षसुखमप्रतिम स याति ॥ २॥ જે મનુષ્ય સુજ્ઞાન. સુદર્શન સુચારિત્ર આમ ત્રણ રત્ન રૂપી નિર્મળ જળથી શુદ્ધિ કરે છે. તે મનુષ્ય શ્રી જિનેન્દ્રભગવાનના મુખમાંથી નિકળેલ વાકય રૂપી તીર્થનું શ્રવણ કરીને અન્દર રહેલા તમામ કર્મના દુરન્ત એવા મળનું પ્રક્ષાલન કરોને અપ્રતિમ (અનુપમ) એ મોક્ષ સુખને પામે છે. ૨૨ આ પ્રમાણે બાહ્ય અને આંતરશુદ્ધિના ભેદ તથા તે માટેના પ્રયોગે સમજાવવામાં આ ભાવ શૈચ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy