SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ષક *पर्युषणपर्व-अधिकार, 6• ધર્મ આરાધના માટે દરેક દિવસ દરેક ઘડી દરેક પળ અને વિપળ ઉપગમાં લેવી જોઈએ, કેમકે આ ક્ષણભંગુર દેહનો સંબંધ કયારે છુટી જશે અને ચેત. નરામની સફર કયારે શરૂ થશે તે ચોક્કસ નથી, માટે જ મનુષ્ય ભવની દુર્લભતા પ્રા પ્ત થવા પછી આત્માની નિર્મળતા અને મેક્ષ પ્રાપ્તિ અર્થે દરેક ક્ષણે આમ સાધ. નમાં તત્પર રહેલું જોઈએ; પરંતુ વ્યવહારિક ફરજોમાં ભંગ ન થવા સાથે આત્મહિત સાધી શકાય તેટલા માટે દિવસને અમુક કળ ધર્મરાધનને નિર્માણ કરેલ છે. વિશેષ દિયાને માટે તિવિએ મુકરર કરી છે. અને તેથી અધિકતર ધર્મારાધન માટે પર્વોની યોજના થઈ છે. આવા પર્વોના રાજા (પર્વાધિરાજ પવ) શ્રી પર્યું. પણ પર્વ અને તેમાં કરવાના કર્તવ્ય સમજાવવાને આ શ્રી પર્યુષણ પર્વ-અધિકારને આરંભ કરવામાં આવે છે. પર્યુષણ એટલે શું? પર્યુષણ એટલે સ્થિરતા. મનની આત્માને વિષે વિલયતા થવાથી જે સ્થિરતા પ્રાપ્ત થાય છે તેને જ પર્યુષણ કહેવામાં આવેલ છે. એટલે મન શાન્તિ, આત્મસ્થિરતા તે પર્યુષણ. - પર્યુષણ પર્વની પ્રવૃત્તિ થવાનું કારણું. પર્યુષણ પર્વની પ્રવૃત્તિ એ એક જાતનું સંમેલન છે. આધુનિક સમયમાં જેમ ધર્મ કાર્ય માટે શ્રેયસાધક અધિકારી વર્ગ, થીઓસે િવગેરે સમુદાયવાળા, અમુક દિવસોએ એકઠા મળીને ધર્મ ધ્યાનને, તેમન પંથના રિવાજ અનુસાર સાધ્ય કરે છે, તેવિજ રીતે પ્રાચીન કાળમાં ધર્મ અયાન કરવાના રિવાજને લઈને વર્ષમાં આઠ દિવસ પણ મનઃ શાંતિ અને આકસ્થિરતાની પ્રાપ્તિ માટે એકઠા મળીને ધર્મ ધ્યાનાદિ સાધ્ય કરવામાં આવતાં હતાં, એ જ પ્રવૃત્તિ પર્યુષણ પર્વ તરીકે અદ્યાપિ પયંત મજુદ છે. અનાદિ કાળથી તે પ્રવૃત્તિ ચાલુ રહેશે. - દરેક માણસે અહર્નિશ આત્મસ્થિરતા ધારણ કરવી જોઈએ, આત્મસ્થિરતા ન રહેતી હોય તે તે પ્રાપ્ત કરવા માટે પ્રબલ પુરૂષાર્થ કરે જોઈએ. જેઓ અહર્નિશ પ્રબળ પુરૂષાર્થ દ્વારા આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા પ્રયાસ કરી રહ્યા છે, તેઓને તે સદૈવ પર્યુષણ પર્વજ છે, પરંતુ એવા અધિકારી તે જગતમાં અનાદિ કાળથી બહુજ અલ્પ જોવામાં આવે છે, સામાન્ય બુદ્ધિ જી હમેશાં આત્મસ્થિરતા રાખી શક્તા જ હેરલ્ડ, સને ૧૯૧૩ અગષ્ટ-સપ્ટેમ્બર. લખનાર ગોકલદાસ નાનજીભાઈ ટંકારા.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy