SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. કેમકે તે વખતે લેક સર્વ જી (સરળ) હતા. માટે હર હમેશ આવવા લાગ્યા, તે વારે રસોઈ કરનારાએ રાજાને વિનવ્યું કે મહારાજ ! પ્રજા સર્વ ઉલટી પડી છે, કેને જમાડીએ અને કેને ન જમાડીએ? તેથી રાજાએ પરીક્ષા કરી શુદ્ધ શ્રાવકને જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ ત્રણ રેખા કાંકણ રત્નથી કીધી એમ કરી પોતાને અવતાર સફલ કરવા લાગ્યા. તથા શ્રી શત્રુંજ્યનો પ્રથમ ઉદ્ધાર કર્યો, સંધવીની પદવી પામ્યું. અષ્ટાપદ પર્વત ઉપર ઋષભદેવ પ્રમુખ આગામીકાલે થનારા વીશ તીર્થકરના પ્રાસાદ કરી માનેપત પ્રતિમા ભરાવી. એ રીતે શ્રી સંઘની ભક્તિ કરી અનુક્રમે આ સાભવનમાં રૂપ જોતાં અનિત્ય ભાવના ઉત્પન્ન થવાથી મનમાં વૈરાગ્ય વૃદ્ધિ કરતાં આ સંસારમાં સાર તે એક ધમ જ છે. એમ કહેતાં કહેતાં કેવલ જ્ઞાન પામ્યા. તેને દેવતાઓએ મહોત્સવ કર્યો. ચેરશી લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી મોક્ષે ગયા. તેમને પુત્ર શ્રી સૂખ્યા થયે તેણે પણ ભરતેશ્વરની પેઠે જ શ્રી સંઘની ભક્તિ કરી. ઉર્વશી પ્રમુખ દેવાંગનાઓએ પરીક્ષા કીધી પણ ચલાયમાન થયે નહી. તેમને પણ આરીસામાં રૂપ જોતાં કેવલ જ્ઞાન ઉપજયું અને મેક્ષે ગયે. તેમને પુત્ર મહાશય, તેમને પુત્ર અતિબલ તેમને પુત્ર બલભદ્ર, તેમને પુત્ર બલવીર્ય, તેમને પુત્ર કૃતવીર્ય, તેમને પુત્ર જલવીયે, તેમને પુત્ર આઠમે પાટે દંડવીર્ય એ સર્વ ત્રણ ખંડના જોક્તા થયા. ચતુર્વિધ શ્રી સંઘની ભક્તિના કરનાર થયાં. અહીં ભરતની પાછળ છ કેડી પૂર્વ વર્ષ ગયાં, તે વખતે સૈોધમૅ અવધિજ્ઞાનન પ્રમાણે સ્તવના કરી પોતે અધ્યા માંહે આવી જ્ઞાનાદિક ગુણ જહુાવવા માટે ય પવીત ધારી બાર વ્રતનાં બાર તિલક કર્યા. તે અવસરે દંડવીર્ય રાજાએ ઇંદ્રને શ્રાવકરૂપે દીઠે. તે દેખીને હર્ષવંત થયે. પછી જમવાની નિમંત્રણ કીધી, રસેઇયાને કહ્યું કે સાધર્મિકને રૂડી રીતે ભેજન કરાવે. ઇંદ્ર પણ શ્રાવકરૂપ ધરત ઘરમાંહે આ પચ્ચકખાણ પારો શ્રાવકેની પંકિતમાં જમવા બેઠ. એક દોડ શ્રાવકને અથે જેટલું અન્ન નિપજાવ્યું હતું તેટલું તે એકલે જન્મે. વલી રસોયાને કહ્યું કે હું મુખ્ય છું માટે અન્ન આપ, રસેયાએ રાજાની આગળ સર્વ વાત કહી. રાજા ત્યાં આવ્યું, તેને શ્રાવકરૂપધારક ઈકે કહ્યું કે રસોઈ કરનાર સર્વને ભૂખ્યા રાખે છે. રાજાએ વલી સે મુડા અન્ન રંધાવી પીરસ્યું, તે તત્કાલ જમીને વલી કહેવા લાગ્યું કે મારી ભૂખ ગઈ નથી. એ રીતે રાજાનું અપમાન કરવા લાગ્યું કે હું તૃપ્ત થતું નથી. તે વખતે રાજાએ મ નમાં ખેદ કર્યો કે મારાથી સંઘનો પૂર્ણ ભકિત થતી નથી માટે મને ધિકાર છે. સેવક બે લ્યા મહારાજ! એ કઈ દેવ સ્વરૂપી છે તે વખતે રાજાએ ધૂપદિક સંતેવી નમસ્કાર કરી પૂછયું કે હે સ્વામી ! પ્રસન્ન થાઓ, સાધમની ભક્તિ મહારાથી કેમ થઈ શકે? એવું સાંભળી છેકે પિતાનું પ્રગટ રૂપ કીધું. દંડવીયની
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy