SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ તો માહાત્મ્ય-અધિકાર. તિર્થોદ્ધારક મંત્રોની કથા. t * એકદા શ્રી કુમારપાળ રાજાએ સારઠ દેશના રાજા સમરને જીતવા માટે ઉડ્ડયન નામના પ્રધાનને માકલ્યે . તે પાદલિમ ( પાલીતાણા ) નગરમાં શ્રીવીરને નમીને શ્રીઋષભદેવ ભગવાનને વાંઢવાની ઈચ્છા થવાથી સામ તાક્રિકને આગળ પ્રયાણ કરવાનુ કહીને પોતે શત્રુંજય પર્વતપર ચડયા. ત્યાં દ્રવ્યસ્તવ સપૂર્ણ કરીને અ વગ્રહની બહાર નીકળો ત્રીજી નિસદ્ધિ કરીને ચૈત્યવંદના કરવાની શરૂઆત કરે છે, તેટલામાં એક ઉંદર દીવાનો સળગતો વાટ કાષ્ઠના પ્રાસાદમાં પેાતાના દરને વિષે લઈ જવા લાગ્યા. દેરાના પૂજારોએ તેને જોય, તેથી તે વાટ મૂકાવી. તે જોઈને મ ત્રીની સમાધિના ભંગ થયા, કછના પ્રાસાદના આવી રીતે કોઇ વખત નાશ થવાના સંભવ જણાવાથી દિલગીર થઇને તેણે વિચાર કર્યો કે ‘ રાજાએાના અપાર વ્યાપારમાં ગુંથાએલા અમને ધિક્કાર છે કે જેથી અમે આવા જીણું ચૈત્યના ઉદ્ધાર કરી શકતા નથી ? રાજાએની પાપવ્યાપાર પ્રવૃત્તિ વડે ઉપાર્જન કરેન્રી લક્ષ્મી શ કામની છે ? કે જે લક્ષ્મી તેના અધિકારીઓથી તીર્થાર્દિકમાં વાપરીને કૃતાર્થ કરાતી નથી. ” ૫છી જીર્ણોદ્ધાર કરવાની ઈચ્છાવાળા મંત્રીએ પ્રભુ સમક્ષ બ્રહ્મચર્ય, એકાસણુ, પૃથ્વીપર શયન અને તાંબૂલનેા ત્યાગ ઇયાદ્ધિ અભિગ્રહેા ગ્રહણ કર્યાં, અને સિદ્ધગિરિ પરથી ઉતરીને પ્રયાણ કરતાં પાતાના સ્કંધાવારની ભેળા થઇ ગયા. સમરસેન રાજા સાથે યુદ્ધ થતાં પેાતાનુ' સૈન્ય ભાંગવાથી પોતે સ’ગ્રામમાં ઉતરીને શત્રુનુ· સૈન્ય કા પવા લાગ્યું. તેમાં પાત્ર જો કે શત્રુએના ખાણુથી જરિત થયા, તાપણુ તેણે અનેક ખાણા વડે સમરરાજાને મારી નાંખ્યા. પછી તેના દેશમાં પેાતાના રાજાની આ જ્ઞા ફેરવીને મ ંત્રી સ્વદેશ તરફ પાછા વળ્યે, પરિચ્છેદ ૪૫૯ માગમાં શત્રુના પ્રહારની પીડાથી મંત્રીની આંખે અધારા આવવાથી તે મૂર્છા ખાઈને પૃથ્વીપર પડયો; તેને પવન વિગેરેના ઉપચારથી સજજ કર્યાં, તેણે કરૂણસ્વરે સામત વિગેરેને પેાતાના મનના ચાર શલ્ય કહ્યાં, પેતાના નાના પુત્ર અને બડને સેનાપતિપણુ અપાવવું, ( ૨ ) શત્રુજય ગિરિપર પથ્થરમય પ્રાસાદનું ચે. ત્ય બનાવવું, ( ૩ ) ગિરનાર પર્વત ઉપર નવાં પગથીયાં કરવાં અને (૪) મૃત્યુ સમયે નિઝામણા કરનાર ગુરૂનો અભાવ, આ ચાર શલ્ય સાંભળીને બ્રહ્મ'તાકિ મેશ્યા કે “ હું મંત્રીશ્વર ! પ્રથમના ત્રણ મનારથ તે તમારા માટે પુત્ર માહાડદેવ પૂર્ણ કરશે, તેમાં અમે સાક્ષીભૂત છીએ. ” એમ કહીને કાઇ વર્ડ પુરૂષને સાધુના વેષ પહેરાવીને મંત્રી પાસે લાવી કહ્યું કે “ આ ગુરૂ આવ્યા. ” મંત્રો તેને ગૈતમ સ્વામીની જેમ નમી, સમગ્ર પ્રાણીઓને ખમાવી, કરેલા પાપને નિદ્રી તથા પુણ્ય કરણીનુ અનુમાદન કરી સ્વર્ગે ગયા. + ઉપદેશપ્રાસાદ ભાગ ચોથા
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy