SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ નાદાન, મૈથુન, પરિગ્રહ.) ને સદા પાળનારા, અહંકાર રહિત, કામદેવરૂપી ઘાસ (ખડ) ને બાળનારા, સિદ્ધાંત માર્ગ પ્રમાણે ચાલનારા, ક્ષમાવાળા, વિવેકી જનસમૂહથી સેવાતા એવા જે વિદ્વાન સત્કર્ષે છે, તેને દ્વેષ કરે છે. ૧૪ સર્વ ગુણમાં ખળ પુરૂષની સર્વ વ્યાપકતા. जाडयं हीमति गण्यते व्रतशुचौ दम्भः शुचौ कैतवं, शूरे निघृणता मुनौ विमतिता दैन्यं प्रियालापिनि । तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिःस्थिरे, तत्को नाम गुणो भवेत्स गुणिनां यो दुर्जनैर्नाङ्कितः ॥ १५ ॥ લજજાળુ પુરૂષને વિષે જડતા. પવિત્ર વ્રત પાળનારને વિષે દંભ, શુદ્ધતામાં કપટ, શૂરવીર ઉપર નિર્દયતા, મનનશીલ પુરૂષને વિષે બુદ્ધિહીનપણું મધુર વાય બેલનારને વિષે ગરીબાઈ, તેજસ્વીમાં ઉદ્ધતાઈ, વક્તા ઉપર વાયડાપણું, સ્થિર–શાંતને વિષે અશક્તિ, એમ ગુણીને યે ગુણ દુર્જન પુરૂષએ અંકિત (આળ ચઢવ્યા) વિનાને (બાકી) રાખે છે? ૧૫ દુર્જન પુરૂષની દૃષ્ટિએ સુજન પુરૂષના ગુણમાં દેકારે પ. सत्या योनिरुजं वदन्ति यमिनो दम्भं शुचेधूर्तता, लज्जालोर्जडतां पटोमुखरतां तेजस्विनो गर्वतां । शान्तस्याक्षमतामृजोरमतितां धर्मार्थिनो मूर्खता मित्येवं गुणिनां गुणास्त्रिभुवने नादूपिता दुर्जनः ॥ १६ ॥ નીચ પુરૂષે સતી સ્ત્રીના જનનસ્થાનમાં રોગને, યમ (ઈન્દ્રિય નિગ્રહ) કરનાર પુરૂષમાં દંભને, પવિત્ર મનુષ્યમાં ધૂર્ત પણને, લજજાવાન મનુષ્યમાં જડપ ણાને, ચતુર પુરૂષમાં વાચાલપણને તેજસિવ મનુષ્યમાં અભિમાનપણને, શાન્ત પુરૂષમાં અસમર્થપણાને, સરલ પુરૂષમાં નિબુદ્ધિપણુને, અને ધર્માર્થ મનુષ્યમાં મૂર્ણપણને, કહી રહ્યા છે. એટલે આ પ્રમાણે ત્રણ ભુવનમાં ગુણ પુરૂષના ગુણેને દુર્જન પુરૂએ દૂષિત કરી નાંખ્યા છે. જે ૧૬ * આ શ્લોકમાં સર્વષષ્ઠયન્ત પદને સમ્બન્ધા છે તેથી તે પુરૂષોના ગુણમાં દેષને આરેપ કરે છે એમ વક્તવ્ય છે. તે પણ શુદ્ધ ગુજરાતી કરતાં સાતમીને અર્થ કરવાથી વિશેષ સ્પષ્ટ સમજી શકાય છે તેથી તેમ કરવું યંગ્ય ધાર્યું છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy