SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ વાતા ઔર બીચમેં ઉતરને કહેતા હૈ, તે તુમકું ભાડા નહિ મીલેગ, ચલ, હમ ઔર હમારી ઓરત દેને કું ઉતાર દે!!! પાટીદાર–મહારાજ? તમારી ઓરત ક્યાં છે સુરદાસ–હમારી સંગ ગાડીમાં બેઠી છે એ. તુમ જાનતા હૈ ઔર કાયકું પૂછતે હૈ, ક્યા હમારી ઓરતકું લે જાનેકા વિચાર હૈ!!! પાટીદારની સ્ત્રી જે પાસે બેઠી બેઠી આ બધી રકઝક સાંભળતી હતી તે વિમિત થઈ ખેદ પામી કહેવા લાગી “મહારાજ! તમે તે મારા ભાઈ અને બાપને ઠેકાણે છે. અરે, તમે સાધુ થઈને આવું અણઘટતું અને જુઠું બોલે છે. તે મોટા પાપી થાઓ છે, તમે ન માં પડશે, જલદીથી ઉતરી જાઓ નહિ તે જબરજસ્તી કરી ઉતારવા પડશે. ” સુરદાસે (મીજાજ બે ઈને) કહ્યું “અબે રંડી! તુમબી ફીર જાતી હૈ? કુનબી બડા ખબરદાર તેરમુંબી ફીરા દીઈ? લેકિન મે તુઝે નહિ છોડનેવાલા, ચુપકીસે હમારી સંગ ચલી આતી તે ઠીક હૈ, નહિત અમલદારકી પાસ ફરીયાદ કરૂંગા.” પાટીદાર કહેવા લાગ્યું કે “આ તે ચીભડામાંથી વરાળ નીકળી. રાંડને હું પ્રથમથી જ કહેતું હતું કે, અજાયાને સાથે બેસાડવાનું કહે મા. પણ રડે માન્યું જ નહિ. હવે આ પરદેશમાં આપણું કેણ સાહેદી થશે?” આવું ત્રણે જણાનું બાઈડી બાબતના વાંધાનું બેલવું સાંભળીને ગામના લોકો ભેગા થઈ ગયા, પણ તેમનાથી એ વાંધે પતાવી શકાયે નહિં. સુરદાસે તે ગામના અમલદારને જાહેર કરી પાટીદાર તથા તેની ધણીઆણી એ બેઉને પકડાવ્યાં. અમલદારે એક પછી એક એમ ત્રણે જણની કીકત સાંભળી લીધી, તે એરત પિતાની છે એમ પાટીદાર કહેતા હતા પણ તે વખતે તે બાબતને સબળ પુરા નહોતે. બાઈડીના કહેવા પર વજન રાખવું એ જખમ ભરેલું હતું. કદાચ સુરદાસ તેને ખર ધણું હોય, પણ તેને છેડી દઈ બાઈની કણબી સાથે જવાની મરજી થઈ હોય તે કણબીની બાઈડી છું, એમ હું બેલે એ સંભવિત છે. સુરદાસને પિતાની ઓરત છે, તે બાબતને તેનો પણ સબળ પૂરા નહોતે, પણ સુરદાસને ડાકોરજીમાં પોતાના હાથ ઉપર છાપ લીધેલી હતી તેવી જ તે ઓરતના હાથ પર પણ હતી; તેથી તે બેઉએ સાથે જાત્રા કરી છાપ લીધી હેય એમ સંભવ હતે. આવી રીતનાં શકાપૂર્વક અનુમાને ઉપરથી ખરી રીતે તે પરત કોની છે, તે નકકી ઠરાવી શકાય એમ જણાયું નહિં, ત્યારે ન્યાયાધીશે એ ત્રણે જણને જૂદી જૂદી કોટડીમાં પૂરી, તે ઉપર પહેરે ચાલતે રાખી તેઓ રાતમાં શું બેલે છે, તે બરાબર રીતે સાંભળી લેવા હુકમ કર્યો.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy