SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ અને ઔદકાચાર્યના પાંચશે શિષ્યની ગતિ શી થઈ અને તેઓની પિતાની ગતિ જ્ઞાન છતાં પણ શમના અભાવે કેવી થઈ? તે વિચારવાથી ખાત્રી થશે કે જ્ઞાન સાથે ઉચ્ચ વર્તન, ઇંદ્રિયદમન, ચિત્ત પર અંકુશ વિગેરે હોય તે જ ધારેલ લાભ થાય છે. આ વિષયને અંગે શ્રી હરિભદ્રસૂરિ મહારાજનું નવમું અણક બહુ મનન કરવા ગ્યા છે. જ્યાં સુધી વિષયપ્રતિભાસ જ્ઞાન હોય છે, ત્યાં સુધી બહુ લાભ થતું નથી. ચાલુ જમાનામાં જ્ઞાનની તંગી નથી, જ્ઞાનીની પણ નથી; પણ બહુધા ઉપર કહ્યું તેજ જ્ઞાન જેવામાં આવે છે, આના પરિણામે ત્યાગ અને ગ્રહણનું શુદ્ધ સ્વરૂપ પણ મળતું નથી. અને તેથી ત્યાગ વૈરાગ્ય પણ થતા નથી, શાસ્ત્રકારે આ જ્ઞાનને અજ્ઞાન જ કહે છે. જ્યારે વસ્તુ સ્વરૂપનું શુદ્ધ ભાન કરાવનાર તત્વસંવેદના જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારેજ જ્ઞાની હોવાને દાવ કરી શકાય અને તેવા જ્ઞાની માટે આ આખા અધિકારમાં કાંઈ કહેવા જેવું રહેતું નથી. અત્ર જે આક્ષેપ છે તે પ્રથમના જ્ઞાન માટે જ છે. શાસ્ત્રાભ્યાસીને સંયમની જરૂર घिगागमैर्मावसि रञ्जयञ्जनान् , नोघच्छसि प्रेत्य हिताय संयमे । दधासि कुक्षिम्भिरिमात्रता मुने क ते क तत् कैष च ते भवान्तरे ॥११॥ “હે મુનિ સિદ્ધાંતવડે તું લેકેને રંજન કર ખુશી થાય છે અને તારા પિતાના આમુમિક હિત માટે યત્ન કરતો નથી તેથી તેને ધિક્કાર છે? તું માત્ર પેટ ભરાપણું જ ધારણ કરે છે, પણ હે મુનિ? ભવાંતરમાં તે તારાં આગ કયાં જશે, તે તારૂં જનરંજન કયાં જશે, અને તારે સંયમ ક્યાં જશે.?” ભાવ–શાસ્ત્રાભ્યાસ કરીને શું કરવું તે ઉપર સામાન્ય શબ્દોમાં કહ્યું, અત્ર સ્પષ્ટ શબ્દોમાં મુનિને ઉદ્દેશીને કહે છે કે જે પાંચ ઇંદ્રિપર સંયમ ન હોય તે અભ્યાસ વ્યર્થ છે–પેટ ભરાપણું જ છે, એટલે કે સર્વ સંપન્કરી ભિક્ષા અધિકારી તે થઈ શકતેજ નથી. આવા સાધુઓ નથી સાધતા આ ભવનું અને નથી સાધતા પરભવનું; તેવીજ રીતે પંડિત હવાને દેખાવ કરનારા કેટલાક શ્રાવકે પણ તેજ સ્થિતિમાં હોય છે. જે “શુપાઠી” કહેવાય છે તે આ વર્ગમાં આવે છે, અભ્યાસનું ફળ આત્મપરિણતિ સુધારવી એજ છે, એ ન બને તે પછી અભ્યાસ વિંધ્ય થાય છે. ગ્રંથકાર પતે તે નીચેની બારમી ગાથામાં આથી પણ નીચી હદે તે વાત મૂકે છે, જીવનનો હેતુ-અભ્યાસને હેતુ શું છે, કયાં રહી શકે છે તે વિચારે. લકરંજન કર
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy