SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ स्वनुष्ठितैः किंतु तदीरितैः खरो, न यत्सिताया वहनश्रमात्सुखी ॥ १० ॥ જેવી રીતે સાકરને બે જ ઉપાડવાના શ્રમથી ગઘેડો કાંઈ સુખી નથી, તેમ માત્ર અભ્યાસથીજ ભવાંતરમાં ઇછિત સુખ આપીને આગમ ફળતા નથી, પરંતુ તેમાં બતાવેલ શુભ અનુષ્ઠાને કરવાથી આગ ફળે છે. ૧૦ ભાવાર્થ-માત્ર અભ્યાસ કરી પરભવમાં તેથી સુખ ક૨વું એ વાત અને સંભવનીય છે, અયન ઉચ્ચ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવાનું એક કારણ છે ખરું પણ એકલા અધ્યયનથી તે ફળ મળે જ છે એમ નથી, કારણકે અભ્યાસી હોવા છતાં વર્તનની અધમતાથી તેવું ફળ મળતું નથી એમ બને છે. તેમજ વળી અભ્યાસી ન હે ય છતાં સદવર્તનથી ફળ પ્રાપ્તિ થાય છે એમ પણ બને છે, આથી માત્ર અભ્યાસ ઉપર કાંઈ પણ આધાર નથી. સુખ-આમિક સુખ મેળવવાને ઉપાય શાસ્ત્રમાં ફરમાવેલા અનુષ્ઠાન-ચરિત્ર-વર્તનમાં છે. જેવી રીતે ગર્દભ સાકરને બેજો ઉપડે તેથી તેને કે ઈમીઠાશ આવતી નથી, તેવી રીતે જ્ઞાન પણ વર્તન વગર માત્ર બે જ છે એટલે જ્ઞાન પ્રમાણે વર્તન કરે તે જ જ્ઞાનની મીઠાશ પ્રાપ્ત થાય છે. ઉપદેશમાળામાં ધર્મદાસગણિ કહે છે કે – जहा खरो चंदणभारवाही, भारस्स भागी नहु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी नहु सुग्गइए । જેવી રીતે ચંદનને-સુખડને ભાર વહન કરનાર ગધેડે ભારને ભાગી છે, પણ ચંદનને નથી. તેવી જ રીતે વર્તન વગરના જ્ઞાનને જાણનારે જ્ઞાનને ભાગી છે, પણ સંગતિને નથી. આ હકીકત ઉપરના લેકમાં પણ તેજ રૂપમાં કહી છે. શાસ્ત્રાભ્યાસ સાથે વર્તનની સરળતા માટે જણાવવાનું કે જેઓ અભ્યાસની ખાતરજ અભ્યાસ કરતા હોય, સભાઓ જીતી પિતાના વિજયડંકા વગાડવાની ઈચ્છા રાખતા હેય, અકારણે શાશ્વેનો શુષ્કવાદ કરવાનું આમંત્રણ કરતા હોય તેઓએ તેરમે શ્લેક ગોખી રાખવા જેવો છે. આ ઉપરાંત કહેવાતા પંડિતે ઉપર આ અધિકારમાં સખત ચાબખો છે. ચક્કસ ગંભીર શબ્દ યુક્ત ભાષામાં બોલતા આવા ડોળ ઘા લુઓની તે વખતની દવાની ઢબછબ, મુખને રંગ અને આંખના અને હાથના ચાળા જોયા હોય તે જાણે મહા ઉડા તત્ત્વજ્ઞાનીનું ભાષણ ચાલ્યું. વળી તે વખત શ્રેતાને એમ પણ લાગે કે આવા માણસ તે અત્રેથી ઉઠીને આર. ભાટિકમાં કે આશ્રવમાં પ્રવર્તતા પગ નહીં હોય; પણ ખાનગી રાતે જે ખાવા પી. વામાં, સાંસારિક સુખભેગમાં, વ્યવહારમાં, લેણદેણમાં અને પ્રમાણિકપણુમાં
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy