SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ મુસાધુ-અધિકાર. દેશકાળ પરિસ્થિતિમાં કામ લાગી શકે તેવી ઉત્તમ છે. આ ધર્મે સ્ત્રીઓને વિસરી નથી, મેક્ષનો અધિકાર તેના હાથમાંથી છીનવી લીધે નથી તેને પણ પરમ ગતિ પામવાને અધિકાર સ્વીરા છે અને વિવેક વિરાગ સંપન્ન મોક્ષેચ્છુ તેમજ શાસ્ત્રક્ત લક્ષણ યુક્ત સ્ત્રી ઈચ્છાનુસાર પુરૂષની પેઠે જ દીક્ષા લઈ શકે છે. આવા સાધના વર્ગ માટે કેટલાંક ઉંચા પ્રકારનાં બંધારણે બાંધવામાં આવ્યાં છે. ઉપદેશને લાભ સ્ત્રી વર્ગ ચક્કસજ મર્યાદામાં પામી શકે છે, તેમને સહવાસ અમુક નિયમો આધીન રહી એવી શકે છે અર્થાત્ એ વર્ગને વધારે લાભ લઈ શકાય એમ નથી. આ શ્રાવિકા વર્ગની ઉન્નતિ માટે સાધ્વીને વર્ગ બંધાય છે. સંસારની કટુતામાં સ્ત્રી વર્ગ તરફથી વધારો નહિ પણ ઘટાડે કરવા, તેને સ્વર્ગમય બનાવવા, સ્ત્રીનાં કર્તવ્ય તેને યથાવત્ સમજાવવા, કર્તવ્યમાં ઉત્સાહ લેતી કરવા, ધર્મ અને નીતિના સંસ્કારો ભરવા, તે સાધ્વી વર્ગને કેળવવાની કેટલી અગત્ય છે. એ વગેરે બાબતનું વિવેચન કરવાને અહિં પ્રસંગ નથી એટલે એ સબધમાં મન રાખવું પડે છે. તે પણ સુવિચારક વિવેકી વાચક જોઈ શકશે કે, આ ધર્મ અને નીતિના સંસ્કારથી સંસ્કૃત થયેલા સાધવી વગથી શિખી શ્રી વર્ગ ધાર્મિક અને નીતિમય જીવન શિખી સંસાર સુધારી શકે છે, પિતાને અને પિતાનાં કુટુમ્બીઓને ઉચ્ચ ગતિએ લઈ જઈ શકે છે. પુરૂષ અને સ્ત્રી વર્ગ જે રાત્રિ દિવસ સંસારના કાર્યના ભારથી દબાએલે, ધર્મ અને પરમાર્થ જ્ઞાન પામી શકવાને અનુકૂળ નહિ તેવી સ્થિતિમાં રહેલો છે, તેમને સાધુ અને સાધ્વી વર્ગ કે જે ઉપાધ રહીત,નચિંત છે, ધર્મ અને પરમાર્થનાં તથા નીતિ અને વ્યવહારના સ્વરૂપને યથાવત સમજી તેમ સમજાવી શકે છે, ઉત્તમ પ્રકારનાં ચારિત્ર શીલ છે, તે ધર્મના સુવ્યવસ્થિત બંધારણને લઈ પિતાને લાભ આપે–અભ્યદય અને નિઃશ્રેયસાધક ઉપદેશ આપે એ બંધારણ કેટલું બધું ઉત્તમ છે? ધર્મ, નીતિ, ચારિત્ર, સંયમ,તપ આદી સાત્વિક વૃત્તિ અને પ્રવૃત્તિઓના વાતાવરણ યુક્ત સ્થાનકે, ઉત્તમ સંસ્કાર વાળા સંયમી ચારિત્ર શીલ શાઅનિર્દિષ્ટ લક્ષણથી યુકત સાવી વર્ગ અને શ્રદ્ધા-તહરતાયુત ભેળે ભલે ધર્મ ઉપર રૂચિવાળે શ્રાવક શ્રાવિકા વર્ગ આ સર્વને સુઘટિત સંગ; અહે આ દર્શન કેટલું બધું રમ્ય, આકર્ષક અને રેચક છે? આ કેટલું બધું ઉન્નતિકર બંધારણ છે? ધન્ય છે તે શાસનના રચનારાઓને ! ધન્ય છે તેમની તત્વ ભાવના તથા ક્રિયા-કાંડાદિના રહસ્ય જ્ઞાનવાળા ઉપદેશક વર્ગને, કે જેમના પ્રયાસથી, શુદ્ધ સંકલ્પથી સત્ય વિચારથી ધર્મ એક વખત સર્વોપરી પદને પામી ચૂક્યું હતું, અકબર અને જહાંગીર જેવા બાદશાહ પાસે પિતાના તીર્થ સ્થળમાં હિંસા બંધ કરવાના પરવાના લેઈ શક્ય હ! એક વખત હેટા મહટા રાજા રાણાએ આ શાસનની સત્તામાં મસ્તક નમાવતા હતા, નિઃસ્પૃહી ત્યાગી સાધુ
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy