SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvv વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય શ્રેષ્ઠ (વૃષભ ઘેરિની સમાન ચારિત્રના ભારને વહનારા) મુનિઓ મને હર્ષને માટે થાઓ. ૧૫ કષાયરૂપી શત્રુઓને કંપાવનારા ગુરૂઓ જ સ્તુતિ--- કરવાને યોગ્ય છે. वृष चितं व्रतनियमैरनेकधा, विनिर्मलस्थिरसुखहेतुमुत्तमम् ।। विधुन्वतो झटिति कषायवैरिणो, विनाशकानमलधियः स्तुवे गुरून् ॥१६॥ અનેક પ્રકારના વ્રતે તથા નિયમથી સંચય કરેલા અને નિર્મળ તથા સ્થિર એવા સુખના હેતુરૂપ એવા ઉત્તમ ધર્મને કંપાવનારા જે કષાયરૂપી શત્રુએ છે તેને સત્વર નાશ કરનારા એવા નિર્મળ બુદ્ધિવાળા ગુરૂઓને હું સ્તવું છું૧૬ હરિપ્રમુખ દેવતાઓને તાબે કરનાર કામદેવને પણ ભેદનારા ગુરૂઓનું જ નમન કરવું જોઈએ. विनिर्जिता हरिहरवह्निजादयो, विभिन्दिता युवतिकटाक्षतोमरैः। मनोभुवा परमबलेन येन तं, विभिन्दतो नमत गुरूझमेषुभिः॥ १७ ॥ - જે કામદેવે પરમ બળથી વિષ્ણુ, શકર અને બ્રહ્માદિક દેને જુવાન સ્ત્રીએના કટાક્ષરૂપી બાણેથી ભેદીને જીતી લીધા છે, તેવા કામદેવને શમરૂપી બાણેથી ભેદનારા ગુરૂઓને તમે નમસ્કાર કરે. ૧૭ સદા શુદ્ધ મનન કરી પોતાના ચારિત્ર ઉપર દષ્ટિ રાખનારા ગુરૂઓ જ મનને પ્રમાદ આપનારા થાય છે. न रागिणः क्वचन न रोषदूषिता न मोहिनो भवभयभेदनोद्यताः । गृहीतसन्मननचरित्रदृष्टयो, भवन्तु मे मनसि मुदे तपोधनाः ॥ १८ ॥ જેઓ ક્યારે પણ રાગી થતા નથી, ફ્રધથી દૂષિત થતા નથી અને મેહ પામનથી, તેમજ જેઓ સંસારના ભયને નાશ કરવાને ઉધમવંત અને ઉત્તમ પ્રકારનું મનન તથા ચરિત્ર ઉપર દૃષ્ટિ રાખનારા છે, તેવા તપરવી મુનિઓ મારા મનને હર્ષ કારક થાઓ. ૧૮ સમાન હૃદયવાળા તપસ્વી ગુરૂજ આ સંસારને છેદનારા થાય છે. सुखासुखस्वपरवियोगयोगिताप्रियाप्रियव्यपगतजीवितादिभिः। । भवन्ति ये सममनसस्तपोधना भवन्तु ते मम गुरवो भवच्छिदुः ॥१९॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy