SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ લોકવિરુદ્ધત્યાગ........... આર્યત્વની અતર્યાત્રા પ૯ ૯. ઉત્તમ પુરુષોની તકલીફમાં-પીડામાં સંતોષ-આનંદ પામવો, રાજી થવું. ૧૦. છતી શક્તિએ તેનો પ્રતિકાર ન કરવો. તેમની રક્ષા ન કરવી. આદિથી પૈશૂન્ય, અભ્યાખ્યાન, કલહ વગેરે બીજા પણ કાર્યો જાણવા. ખરકર્મ-આરંભ સમારંભના કાર્યો, ઘણી હિંસા થતી હોય તેવા બધા કાર્યો, પંદર કર્માદાન વગેરે પરલોક વિરૂદ્ધ છે. તેવી જ રીતે જુગાર, શિકાર, ચોરી, માંસાહાર, મદિરાપાન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન... આ સાત વ્યસનો ઉભયલોક વિરૂદ્ધ છે. અહીં જો કે નિંદાથી પણ પરલોક બગડે જ છે. છતાં નિંદાદિ કાર્યોથી આ લોક પ્રધાનતયા બગડે છે. આ લોકમાં તિરસ્કારાદિને પમાડે છે અને પરલોકને પણ બગાડે છે. આમ અમુક જાતિની પ્રધાનતાદિની વિવક્ષા કરીને લોકવિરુદ્ધ કાર્યોને ત્રણ ભાગમાં વિભાજિત કર્યા. હવે આ લોકવિરૂદ્ધ કાર્યોને થોડા વિસ્તારથી વિચારીએ. ઈહલોકવિરૂદ્ધમાં દશ વાતો દેખાડી છે - પ્રથમ વાત છે નિંદા -
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy