SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પરોપકાર....... વિશ્વવાત્સલ્યની પ્રતિક્રિયા "પ્રભુ ! તમારા અચિંત્ય પ્રભાવથી મારા જીવનમાં પરાર્થકરણની બુદ્ધિ અને પ્રવૃત્તિ હોજો." 'પર એટલે આપણાથી બીજા જીવો. તેમના પ્રયોજન કરવા, તેમને સહાયક થવુ, તેમના માટે યથાશક્તિ કરી છુટવુ, તન-મન-ધનની શક્તિનો નિઃસ્વાર્થપણે બીજા માટે ઉપયોગ કરવો એ પરાર્થકરણ... ટીકાકાર જણાવે છે 'परार्थकरणं सत्त्वार्थकरणं जीवलोकस्य सारं पौरूष વિદ્નમેતત્ ।' - ૧૨૯ જીવલોકમાં સારભૂત પરાર્થકરણ છે. પુરૂષાર્થનું સાચુ ચિહ્ન આ છે. પરાર્થકરણ એટલે જીવોનું કરવુ તે. મનુષ્ય જીવનનો સાર 'પરાર્થકરણ' જ છે. અનાદિકાળના સંસ્કાર એકમાત્ર સ્વાર્થના છે. આ જીવનમાં પણ જો સ્વાર્થને જ પોષવાનો હોય તો પશુજીવન અને મનુષ્યજીવનમાં શું ફેર ? આપણે જોઈએ છીએ, પશુઓ પોતાના સ્વાર્થમાં જ સદા મગ્ન છે. કૂતરાઓને ખાવાનું નાંખશો તો કૂતરો પોતાનું ખાવાનું પૂર્ણ કરી બીજાનું ઝુંટવવા જશે.
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy