SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જય વીયરાય પણ આવે. બધાની શક્તિ ન પણ પહોંચે. પણ આ ધર્મ એવો છે કે પ્રાયઃ બધાને તેની આરાધનાસાધના સુલભ છે - સુમન્ ધર્મસાધનમ્ | એટલે કે માતા-પિતાની સેવા એ બધા માટે સુલભ છે. આ રીતે કલાચાર્ય, વડિલ બંધુઓ, શિક્ષક વગેરે પ્રત્યે પણ વિનયાદિ યથાયોગ્ય અવશ્ય કરવા જોઈએ. ખુદ ભગવાન મહાવીરદેવ પણ નંદિવર્ધન પ્રત્યે અદ્ભુત વિનય રાખતા... એક સુભાષિત શ્લોકમાં સુંદર જણાવ્યું છે - પશુઓ સ્તનપાન કરે ત્યાં સુધી, અધમપુરૂષો પત્ની મળે ત્યાં સુધી, મધ્યમપુરૂષો ઘરનું કામકાજ કરે ત્યાં સુધી, ઉત્તમપુરૂષો યાવજીવ સુધી તીર્થસ્વરૂપ માની માતાપિતાની સેવા-ભક્તિ કરે છે. આ બધુ સમજી પરમાત્માને ભાવપૂર્વક પ્રાર્થના કરીએ કે, હે દેવાધિદેવ ! આપના અચિંત્ય પ્રભાવથી ગુરુજનપૂજા-માતાપિતાદિ વડીલોની સેવા હંમેશા મારા જીવનમાં થતી રહે... (૬) પરાર્થકરણ 'होउ ममं तुह पभावओ परत्थकरणं ।
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy