SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જય વીયરાય # સપ્રદાન - ભોજન, વસ્ત્ર વગેરેમાં આપણા કરતાં સારી વસ્તુ તેમને આપવી. પરિચર્યા - તેમની સેવા-પગચંપી કરવી. ચિકિત્સા - બીમારીમાં વિશેષ સેવા-સારવાર કરવી. # કાર્યકરણ – તેમનું કામકાજ કરી આપવું. ધર્મકારણ - તેમની પાસે ધર્મકાર્યો કરાવવા, તેમાં સહાય કરવી. # પૂજ્યભાવ - અંતરમાં તેમના પ્રત્યે અથાગ બહુમાન રાખવું. દોષાચ્છાદન - તેમના દોષોને ઢાંકવા. # તિતિક્ષા - ઉગ્ર સ્વભાવ હોય તો સ્વયં સહી લેવું પણ તેમનો તિરસ્કાર ન કરવો. # તીર્થે તદ્વિતયોજન - તેમના મરણ પછી જો તેમની અલંકારાદિ સંપત્તિ પોતે રાખે તો મરણમાં અનુમતિની સંભાવના રહે છે. એવું ન થાય માટે તેમની સંપત્તિ તીર્થમાં-ધર્મક્ષેત્રમાં વાપરવી. ગૃહસ્થો માટે માતા-પિતા તીર્થ સમાન છે. તેમના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. ઠાણાંગ સૂત્રમાં ત્રણ ઉપકારને અપ્રતિકાર્ય કહ્યા છે. તેમાં પ્રથમ માતા-પિતાના ઉપકારની વાત જણાવી છે.
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy