SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ : વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પકલા દેવાસુર સંગ્રામ દેવ અને અસુરો વચ્ચેનાં યુદ્ધોનાં વર્ણને વૈદિક સાહિત્ય તથા પુરાણોમાં અનેક રૂપે નિરૂપિત થયેલ છે. એ અમૃત (અમર્ત્ય) અને મૃત્યુ, તિ અને તમસ, સત્ય અને અનંત (અસત્ય) વચ્ચેના વિશ્વ વ્યાપી અનંત સંઘર્ષનું પ્રતીક છે. આવા દૃશ્યમાં દેવ પ્રાણ, જ્યોતિ અને સત્યનો સંકેત કરે છે. અસુર મૃત્યુ, તમસ, અમૃત વગેરેને સંકેત કરે છે. આમાં દેવ–પ્રાણનો અસુર-ભૂત પર વિજય પ્રત્યક્ષ થાય છે. દેવ અમર છે. અસુર મૃત્યુને આધીન છે. વળી દેવ અને અસુર બંને મનની શકિતઓ છે. એક ઊર્ધ્વગામી અને જ્યોતિર્મય, બીજી અધ:પતન આણનારી તમય છે. ઋગ્વદનો ઇન્દ્રનો વૃત્ર સાથેનો સંઘર્ષ, બુદ્ધનું માર–વર્ણન, શિવના મદન-દહન, અંધકવધ, તારકયુદ્ધ, વિષ્ણુનો મધુકૈટભવધ, દેવીનું મહિષાસુરમર્દન વગેરે આ સંઘર્ષનાં ઘાતક ઉદાહરણ છે. મથુરા કલાનું ગરુડ-નાગ યુદ્ધ પણ આનો જ સંકેત કરે છે. બુદ્ધ બુદ્ધના માનુષી રૂપ ગૌતમ બુદ્ધ વિશે બૌદ્ધ સાહિત્ય ગમે તેવાં વર્ણન કર્યા હોય પણ બુદ્ધના લોકોત્તર રૂપને આધાર વૈદિક પ્રતીક છે. લલિત વિસ્તારમાં બુદ્ધની જીવનલીલાના વર્ણનનો વિસ્તાર એ ધર્મના લોકોત્તરવાદી આચાર્યોએ વૈદિક પ્રતીકોના આધારે કર્યો છે. દા.ત. તુષિત સ્વર્ગનો શ્વેત હાથી, માતૃકુક્ષિ દ્વારા જન્મ, સપ્તપદ, શીતષ્ણ જલધારા દ્વારા પ્રથમ અભિષેક, બોધિવૃક્ષ, બેધિમડ, મારઘર્ષણ, ઇન્દ્રશૈલગુફા, વાનરો દ્વારા મધના પ્યાલાનો ઉપહાર, લોકપાલો દ્વારા પ્રાપ્ત ચાર ભિક્ષાપાત્રોનું એક ભિક્ષા પાત્રમાં પરિવર્તન, અગ્નિ જવાલાઓ અને જલધારાઓનું દેહદ્વારા પ્રકટીકરણ કરાવી સહસ્ત્રબુદ્ધરૂપ દર્શન–આ તમામ માનુષી બુદ્ધના જીવન પ્રસંગો નથી, પરંતુ બુદ્ધના પ્રતીકાત્મક જીવનની લીલાઓ છે. એ તમામના ઊંડાણમાં વૈદિક પરંપરા અને રહસ્યો રહેલાં છે. વૈદિક પરંપરા પ્રમાણે બુદ્ધ સૂર્યનું પ્રતીક છે. માતૃકુક્ષિ દ્વારા જન્મ જીવન અથવા પ્રાણનો અજ્ઞાત સ્રોત હોવાનું સૂચવે છે. શ્વેત હાથી વિરાટ સંચિત કે ચેતનાનો સંકેત છે. શીતષ્ણ જલન અભિષેક વિશ્વવ્યાપી અગ્નિસોમાત્મક દ્ધને ભાવ પ્રકટ કરે છે. વાનર ઇન્દ્રનો સહયોગી વૃષ્ટા છે. બુદ્ધનો અગ્નિ અને જલનો ચમત્કાર સ્પષ્ટત: આધ્યાત્મિક પ્રતીક છે. એજ વૈદિક અગ્નિ અને તેમ છે. પ્રત્યેક વ્યકિતનું શરીર અગ્નિ અને જલથી સંચિત છે. સહસ્ત્ર બુદ્ધ અનંતનું પ્રતીક છે. વૈદિક પરંપરાના ઉપલક્ષમાં કદાચ લલિતવિસ્તારમાં કહ્યું છે કે બુદ્ધ ધર્મચક્રપ્રવર્તન કર્યું તે પૂર્વે અનેક
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy