SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલા છે. કાલિદાસે આ રહસ્ય પ્રસ્તુટ કરતાં ત્રણે રૂપનાં વર્ણન કર્યા છે. એક વિરાટ કુમાર, જે સ્કંદ છે અને તે “કુમાર સંભવ”માં દિવ્યજન્મ ધારણ કરે છે. બીજો કુમાર પ્રાણમય કુમાર છે, જેનો જન્મ પુરુરવા અને ઉર્વશીના પુત્ર રૂપે “વિક્રમોવર્શીયમાં થતો વર્ણવ્યો છે. અને ત્રીજો કુમાર પંચભૌતિક કુમાર છે, જેની સંજ્ઞા ભરત છે જે શકુન્તલા અને દુષ્યના પુત્ર રૂપે અવતરે છે. ગણપતિ આ દેવનો ઉલ્લેખ વેદમાં છે. તે બહ, સેમ અને મહાપ્રાણ ઇન્દ્રનું પ્રતીક છે. સેમ સુષ્ટિના વિરાટ સ્વરૂપના નિર્માતા છે. અને તે પ્રાણીમાત્રમાં નિહિત છે. સોમની એક સંજ્ઞા મધુ છે. એનું વૈદિક પ્રતીક અપૂપ છે, જે કાલાંતરે ગણપતિનો મોદક બની ગયું. ગણપતિનું વાહન ઉંદર ઇન્દ્રિયાનુગામી મનને સૂચક છે. અંબિકા આ ટ્વેદ-વર્ણિત યક્ષમાતાનું રૂપ છે. મૂળભૂત માતૃશકિતને અદિતિ રૂપે - વર્ણવી છે. પશ્કેિવી અંતરિક્ષ અને ઘી માતા, પિતા, પુત્ર, ભૂત, ભવિષ્ય, વર્તમાન વિશ્વદેવો અને પંચજનો એ સર્વ અદિતિનાં રૂપ છે. (ઋ. ૧, ૮૯, ૧૦). આથી -એક, ત્રિ, સપ્ત, દસ અને સેળ માતૃકાઓ અદિતિ છે. શિવ શકિતઓ રૂપે સપ્તમાકાનું અંકન કુષાણ મૂર્તિ શિલ્પ દ્વારા પ્રાપ્ત થાય છે. વિવિક્રમ વિશ્વને ભરી દેતા વિષ્ણુનાં ત્રણ પગલાંની વૈદિક આખ્યાયિકા પુરાણમાં વામન અને વિષ્ણુકથા સ્વરૂપે પલ્લવિત થઈ. ત્રિવિક્રમ વિષ્ણુનાં ત્રણ પગલાં ત્રિવિધ ગતિનાં સૂચક છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન તથા પૃથિવી, અંતરિક્ષ, ઘી એ ત્રિવિક્રમ વિષણુનાં ત્રણ ચરણ છે, જે ત્રણ ખંડોનું વિમાન-માપન કરે છે. જન્મ, વૃદ્ધિ અને હાસ (મૃત્યુ) એ પ્રાણી માત્રના જીવનનું બીજ છે. આજ રીતે સામગાનના ગાયત્રી ત્રિષ્ટ્રભ અને mતી એ ત્રણ છંદ અથવા ત્રણ સુપર્ણ (પંખો ફેલાવી) દિવ્ય અમૃતઘટને પૃથ્વી પર લાવે છે, તેના તરંગો આકાશથી માંડી પૃથ્વીને ભરી દે છે. જીવનની કોઈ પણ ક્ષણ એવી નથી જેમાં ત્રિસૌપર્ણનું સામગાન ગુંજતું ન હોય! વિશ્વ-રચનામાં ગતિ આવશ્યક છે. તેનું પ્રકટ સ્વરૂપ કાલની ગતિ છે અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાન એ ત્રણ ખંડમાં વિભકત જીવન તથા સંસાર ચક્રમાં તે વ્યાપ્ત છે. વિષ્ણુના આ ત્રણ પદવિન્યાસમાંથી કોઈ બચી શકતું નથી.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy