SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પકલા અને પરિયાણક (મંત્રી) તરીકે ઓળખાવ્યાં છે. પૌરાણિક પરિપાટી પ્રમાણે એમાં થોડો ફેર છે. ગૃહપતિ અને પરિયાણકના સ્થાને તે નિધિ અને રથને મૂકે છે (મસ્ય-પુરાણ ૨૪૨, ૬૨). સૂર્ય અને ચન્દ્ર - આ બંને એવાં પ્રતીક છે કે જે વૈદિક કાલથી આજ દિન સુધી લોકમાન્ય રહ્યાં છે. હિમ અને ધ્રુસ એટલે કે ઠંડી અને ગરમી એ બંનેનાં રૂપ ચંદ્ર અને સૂર્ય છે. અથર્વવેદમાં બંનેને અગ્નિનાં બે રૂપ કહ્યાં છે તàવાવનો સાધત્ત હિમાં દં ર સહિત. (-૨-૪૬). (અર્થાત્ એક જ રોહિત દેવ સૂર્યે ઠંડી અને ગરમી એ બંને અગ્નિને ધારણ કર્યાં.). શિમાં સૂર્ય અને ચંદ્રનું અંકન સાસાની (ઈરાની) અસર નીચે વિકાસ પામેલ ભારતીય કલામાં જોવામાં આવે છે. સૂર્યના અનુચરો “દંડ” અને “પિંગલના મસ્તક પરની કુલુ ટોપી પર ચંદ્રનું પ્રતીક અંકિત થાય છે. સૂર્ય ઉચ્ચ વિજ્ઞાન -અને બુદ્ધિનું પ્રતીક છે તે ચંદ્ર ઇન્દ્રિયોની ઇચ્છાનુસાર વર્તનાર મન કે પ્રજ્ઞાનું પ્રતીક છે. કહ૫વૃક્ષ અને ઊર્મિવેલા માનવ મન અનેક અભિલાષાઓનું જન્મ સ્થાન છે. એ કયારેક ધન-ધાન્યને ઝંખે છે. કયારેક સુવર્ણની અપરિમિત રાશિને, કયારેક પૃથ્વી પરના આધિપત્યને, કે ઇન્દ્ર જેવા એશ્વર્યને, કયારેક અત્યંત સુંદર અને કમનીય સ્ત્રીને તો ક્યારેક અમિત વિદ્યા અને જ્ઞાનના ભંડારને; આમ માનવીની લિપ્સા-એષણા અપાર છે. ભારતીય આખ્યાયિકાઓમાં માનવની આ સઘળી મનોકામના પૂર્ણ કરે તેવા ચોક વૃક્ષની કલ્પના છે, અને તે છે કલ્પવૃક્ષ. એની જન્મ ભૂમિ ઉપર કુરુનો પ્રદેશ હોવાનું સૂચવાયું છે. રામાયણમાં સુગ્રીવ હનુમાનને સીતાની શોધ એ પ્રદેશમાં કરવાનું સૂચવતાં તે પ્રદેશની નૈસર્ગિક સમૃદ્ધિનું જે વર્ણન કરે છે તે કલ્પવૃક્ષની મનોકામના પૂર્ણ કરવાની શકિતનું દ્યોતક છે. અગ્નિની જવાળાસમ પ્રજવલિત પુષ્પ તથા મધુર રસાળ ફળો ત્યાં સદૈવ લહેરાય છે. દિવ્ય સુગંધિત એ કલ્પવૃક્ષો અનેકવિધ વસ્ત્રાભૂષણ, મુકતાવૈર્યાદિ કીમતી રત્નો, મધુ પય અને ખાદ્ય પદાર્થો હરેક તુમાં પ્રકટાવે છે. રૂપયૌવન ગુણસંપન્ન અંગનાઓ પણ તેમાંથી ફળફૂલની જેમ પ્રકટે છે (મા. શિ. મ રૂ . જરૂ–૪૬). મહાભારતમાં “ જ વૃક્ષા:”થી સુશોભિત ઉત્તર કુરુના પ્રદેશનો ઉલ્લેખ છે (મીમપર્વ . ૭, મો. ૨-૧૨). “વાયુપુરાણના ભુવનકોશમાં અનેક પ્રકારનાં વાદ્ય, શયનાસન, રત્ન, પાણીને ઉત્પન્ન
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy