SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ઃ વેદકાલથી નંદકાલ સુધીની શિલાકલા ર૯ આમાં એક ઉદકકુંભ કે પૂર્ણકુંભ અવશ્ય હતી. યુધિષ્ઠિર પ્રાત:કાળે હંમેશાં કલ્યાણમયી અષ્ટ કન્યાઓનાં દર્શન કરતા. મથુરાની શિલ્પકલામાં પૂર્ણકુંભના અંકનનું બાહુલ્ય છે. ભારતીય કલામાં પૂર્ણકુંભનું ચિત્રણ ભરહુત, સાંચી, અમરાવતી, મથુરા, કપિશા, નાગાર્જુનીકોંડા, સારનાથ વગેરે સ્થળોએ થયું છે. ભારત બહાર બેરો. બુદુરના સ્તૂપ પર પણ પૂર્ણકુંભનું અંકન થયું છે. લૌકિક ધાર્મિક પૂજામાં પૂર્ણઘટ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના પ્રતીક તરીકે સર્વથી પ્રથમ પૂજાય છે. તથા તેની પ્રથમ સ્થાપના થાય છે (દા. ત. સત્યનારાયણની કથા). ચક આ સૂર્ય અથવા કાલનું પ્રતીક છે. તેથી આને વિશ્વનું ભવચક્ર કે સંસારચક્ર પણ કહે છે. જીવનચક્ર, બ્રહ્મચક્ર વગેરે ગતિ સૂચક છે. ચક્રમાં નિયમિત ગતિનો ભાવ છે. ચક્રના બે ભાગ હોય છે. એક ઉભાગ એટલે કે ચક્રનો ઉપલો અર્ધભાગ અને બીજો નિ:ભાગ-નીચલો અર્ધભાગ છે. ચક્રના સહસ્ત્ર આરા છે, જેનો અર્થ અનંત છે. વિશ્વને નિયમિત કરનાર તે સાથે તેને સંબંધ છે. વળી ૭૨ દિવસની એક ઋતુ માની ચક્રને “પંચાર” અથવા ૬૦ દિવસ માની “ડર” નામાભિધાન પણ આપેલ છે. રથની ગતિનો આધાર ચક્ર (પૈડાં) પર છે. તેથી ભવચક્રને “દેવરથ” કહેવામાં આવે છે. સારનાથને અશોક સ્તંભ મૂળમાં ચક્ર-સ્તંભ હતો. તેના શીર્ષભાગ પર એક મહાચક્ર હતું. બૌદ્ધ ધર્મ પ્રમાણે તે ધર્મચક્રની સંજ્ઞા હતું. મથુરાની જૈન કલામાં તેવું જ ચક્ર છે. વેદમાં ચક્રનું નામ “વૃત્તરચક્ર” અપાયું છે. કાલાન્તરે વૈષ્ણવોએ તેને “સુદર્શન” નામાભિધાન આપ્યું. કાલ પોતે જ સુદર્શન છે. કારણ કે તેનું દર્શન નિરંતર મનુષ્યને થતું જ રહે છે. યુપ કે યજ્ઞ સ્તંભ વિશ્વ યજ્ઞ રૂપ છે. એને ધારણ કરનાર ચૂપ છે. “દિવ્યાવદાન” યૂપને ધર્મનું ચિહ્ન માને છે (કવેલ, “દિવ્યાવદાન', પૃ. ૫૯). મૂપનાં દર્શન કરનાર ચક્રવતી સમ્રાટને પોતાના ધર્મયુક્ત કર્તવ્ય-પાલનનું સ્મરણ થતું. એ પરમેષ્ઠી પ્રજાપતિની. ઊર્ધ્વ અને પ્રજાવિષ્ણુ શકિતનું પ્રતીક હતા. વૈદિક યજ્ઞસ્તંભ, બૌદ્ધ શિલા-સ્તંભ, જૈનોન ઇન્દ્રધ્વજ, યૂ૫ વગેરે આને જ સંકેત કરતા. સત રત્ન વેદમાં એને ઉલ્લેખ છે. ત્યાં જણાવ્યું છે કે અગ્નિ દરેક ઘરમાં સપ્તરત્નો નિપજાવે છે. અનુવેદકાળથી સસરનો સંબંધ ચક્રવતી સમ્રાટ સાથે જોડાયો. બૌદ્ધ સાહિત્યમાં આ સાત રત્નોને ચક્ર, હસ્તિ, અશ્વ, મણિ, સ્ત્રી, ગૃહપતિ (કોષ્ઠી)
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy