SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પફ્લા લિંગરાજના મંદિરની બાહ્ય દીવાલા પર ઉપરકત બધાં દિવ્ય અને સાંસારિક શિલ્પાનું કલાત્મક અંકન થયેલું નજરે પડે છે. એમાં ગણેશ, દેવી, મિથુનરત યુગલા અને નૃત્યમુદ્રાવાળાં સુંદરીઓનાં શિલ્પા વિગતે કંડારાયાં છે. એક મનોહ શિલ્પમાં શણગાર સજીને પિયુમિલન માટે થનગની રહેલી નવયૌવના, પ્રિયતમને આવવામાં થયેલા વિલંબથી વ્યાકુળ બનીને વારંવાર તેની દાસીને પ્રશ્નો પૂછતી જોવા મળે છે. રાજરાણી મંદિરનાં પાશધારી વરુણ ઉપરાંત અગ્નિ, યમ, નિતિ અને અન્ય દિક્પાલા તથા દેવાંગનાઓ અને નાગસુંદરીઓનાં શિલ્પા ખાસ ધ્યાન ખેંચે છે. ૧૨૦ કોણારકનું સૂર્ય મંદિર પૂર્વી ગંગ શિલ્પકલાનું સર્વોત્તમ શિખર ગણાય છે. ૧૩ મી સદીના મધ્યમાં બંધાયેલું આ મંદિર ચાળ રાજ્યમાં આવેલાં દારાસુરમ્ અને ચિદંબરમ્નાં મંદિરોના મ`ડાને અપાયેલા રથસ્વરૂપને અપનાવીને સાત અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. આ મંદિર બંધાવનાર રાજા નરિસંહ ૧ લેા માતૃપક્ષે ચેાળ રાજવંશ સાથે સંકળાયેલા હતા, તેથી આમ બનવું સ્વાભાવિક છે. કોણારકમાં મંદિરના પ્રત્યેક અંગને સૂર્ય (આકૃતિ ૪૧) તથા અન્ય દેવતાઓ અને સુશોભનાનાં અશમૂર્ત શિલ્પોથી સજાવ્યું છે. રૂપાંકનેાની વિગત અને વિષય-વૈવિધ્યની બાબતમાં અન્ય કોઈ મંદિર એની હોડમાં ભાગ્યે જ ઊભું રહી શકે એમ છે. આ શિલ્પ પ્રચંડ કદનાં છે. જગમેાહન(મંડપ) પરની વાદકોની આકૃતિઓ સુપ્રસિદ્ધ છે. એ બધી પીળાશ પડતા રવાદાર રેતિયા પથ્થરમાંથી કંડારેલી છે. વચ્ચે વચ્ચે નરમ અને લીલાશ પડતા પથ્થરમાંથી મૃદુતાપૂર્વક કોંડારેલી શિલ્પ હરોળા જડી છે. આમાં ગંગનરેશ નરસિંહના જીવનપ્રસંગો પણ જોવા મળે છે. એકમાં એને મહાન તિરંદાજ બતાવ્યા છે, બીજા દશ્યમાં એ શિવ, જગન્નાથ અને દુર્ગા સમક્ષ વિનીત ભાવે ઊભેલા હોઈ એની ધર્મ સહિષ્ણુતા વ્યકત થાય છે. અન્ય દશ્યમાં એને કવિએની સભામાં સાહિત્યની કદર કરતા રજૂ કર્યો છે, તે બીજા એક પ્રસંગમાં પડોશી દેશમાંથી આવેલા એલચીઓને આવકારતા અને એ દેશામાંથી આવેલી જિરાફની ભેટના સ્વીકાર કરતા બતાવ્યો છે, એક દશ્યમાં અંત:પુરમાં ઝુલા ઉપર ઝૂલતા રાજા બતાવી એના સુખી પારિવારિક જીવન તરફ સંકેત કરેલા છે. અહીંનાં દિવ્ય, સાંસારિક તથા સજાવટી ત્રણેય પ્રકારનાં શિલ્પામાં ૧૩ મી સદીની ઓરિસ્સાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલુ જોવા મળે છે. ૩) બિહાર-બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર અને બંગાળમાં ઉત્તરકાલીન પાલ રાજાએ અને સેન રાજાઓની આ કાલમાં સત્તા પ્રવર્તતી હતી. આ પાલ-સેન કલાનું સ્વરૂપ પૂર્વવર્તી કાલ કરતાં વધારે રૂપક્ષમતાવાળું બનતું જણાય છે. અગાઉના હુષ્ટપુષ્ટ અ`ગવિન્યાસ અને
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy