SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ ૮ઃ રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલફાલની શિલ્પકલા ઓળખાય છે. તેમની અહીં... ક ડારાયેલી સુ ́દર પ્રતિમામાં એમના શરીર પર વીંટળાયેલી લતાએ અને તેમની આસપાસ હરણ, સાપ, ઉંદર, વીંછી, કૂતરો વગેરે ષ્ટિગેાચર થાય છે. તેમની બે બાજુ બ્રાહ્મી અને સુંદરી ઊભાં છે. બાજુમાં ભરત બેઠેલા છે. બાહુબલી દિગંબર કાયોત્સર્ગ અવસ્થામાં સ્થિર ઊભા છે. સુંદર વસ્ત્રાભૂષણે થી વિભૂષિત, ગરુડારૂઢ દેવી ચક્રેશ્વરી દ્વાદશભુજા સ્વરૂપ છે. મહાવીરના યક્ષ માતંગ અને યક્ષિણી સિદ્ધાયિકાને ભૂલથી ઈન્દ્ર અને ઈન્દ્રાણી માની લેવામાં આવેલાં. બંનેના મસ્તક પર વૃક્ષાટોપનું છત્ર છે. બંને દ્વિભુજ છે. માતંગનું વાહન ગજ પગ પાસે જણાય છે. સિદ્ધાયિકા આંબા નીચે સિંહ પર બેઠેલ છે. દેવીના ડાબા ખાળામાં બાળક બેઠેલું છે જેના ઉપલા અડધા ભાગ તૂટી ગયો છે. વૃક્ષમાં પંખીએ અને વાનરો પણ દેખા દે છે. આ મૂર્તિમાં દેવીનું શરીર તથા અવયવો પ્રમાણસર અને સુડોળ છે. મુંબઈથી લગભગ ૮ કિલેઃમીટર દૂર દરિયામાં આવેલા ઘારાપુરી(એલિફ્ટા) નામના બેટ પર ખડકમાંથી કડારેલ શૈવ ગુફાએ પણ કૈલાસનું સમકાલીન કલાકેન્દ્ર છે. ત્રિમુખ મહેશ, યોગીરાજ શિવ, અર્ધનારીશ્વર, શિવપાર્વતી વિવાહ, શિવતાંડવ, ભૈરવ, કૈલાસ ઉઠાવતા રાવણ વગેરે ભવ્ય અને ભાવવાહી શિલ્પા અહીં કોતરવામાં આવ્યાં છે. આમાં ત્રિમુખ મહેશનું જગવિખ્યાત બનેલું શિલ્પ અહીંનું મુખ્ય આકર્ષણ છે. આ પ્રચંડકાયમૂર્તિમાં શિવનાં વિધાયક, પાલક અને સંહારક ત્રણે સ્વરૂપોને તાદશ કરવામાં કલાસિદ્ધોએ ભારે પુરુષા કર્યો છે. મૂર્તિના મુખમંડલ પર ભારે પ્રશાંત ગંભીરતા વિલસે છે. એના વિશાળ જટામુકુટ પણ એની ગભીરતામાં વધારો કરે છે. ઉદાત્ત અને અસરકારક મૂર્તિવિધાન, સૂક્ષ્મ ભાવવ્યંજના અને પ્રચંડકાયને લઈને આ મૂર્તિ ભારતીય શિલ્પમાં અનેાખી ભાત પાડે છે. શિવ-પાર્વતીવિવાહ (કલ્યાણસુ ંદર)નું દશ્ય એલેારાના આ જ પ્રકારના દશ્ય કરતાં વધુ સુંદર બન્યું છે. એમાં પાર્વતીના આત્મસમર્પણના ભાવ અને તેને આદરપૂર્વક ગ્રહણ કરતા શિવનું મનેારમ ભાવવાહી આલેખન થયુ' છે. તેવી રીતે કલાસ ઉપાડતા રાવણનું દૃશ્ય પણ એલેારાના એ દશ્ય કરતાં વધુ અસરકારક બન્યુ છે. ૭) દક્ષિણ ભારત દક્ષિણ ભારતમાં પ્રસ્તુત કાલ દરમ્યાન પૂર્વી ચાલુકયે, પશ્ચિમી ગંગ, નાળ બ, ઉત્તરકાલીન પલ્લવ, પૂર્વકાલીન ચાળ, પૂર્વકાલીન પાંડય અને ચેર રાજવ શેાના પ્રોત્સાહનથી સ્થાપત્યની સાથે શિલ્પકલાના પણ વિકાસ થયો. આ બધી સ્થાનિક કલા-શૈલીએ પર પૂર્વવત્ પશ્ચિમી ચાલુકયા અને પલ્લવાની કલાશૈલીઓના પ્રભાવ. વિશેષ વરતાય છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy