SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પકલા - બંને હાથમાં કમળ ધારણ કરતા સૂર્ય, મહિષાસુરમર્દિની, ભવાની, કાલી, લક્ષ્મી, - વગેરેનાં મૂર્તિ શિલ્પો જોવા મળે છે. ગુફા નં. ૧૬(કૈલાસ)માં દક્ષિણ બાજુની * શિલ્પહરોળમાંનું પહેલું અન્નપૂર્ણાનું શિલ્પ મનહર છે. એમાં એક હાથમાં જલ કલશ, બીજામાં માળા, ત્રીજામાં પુષ્પગુચ્છ છે ને ચોથા હાથે દેવી કેશ બાંધે છે. પૂર્વ - બાજુનાં શિલ્પો વચ્ચે બ્રહ્માનું હંસારૂઢ શિલ્પ પણ ધપાત્ર છે. એમનાં ત્રણ મુખ અને ચાર હાથ જોવા મળે છે. એક હાથમાં જળપાત્ર અને બીજામાં જપમાળા છે. - પશ્ચિમ દિશા તરફનાં શિલ્પમાં એક મનહર શિલ્પ મુચુકુંદ ઋષિનું છે. તેઓએ ખભે કોથળો નાખેલ છે. ગુફા નં. ૨૯ના મંડપનાં શિલ્પમાં એક પ્રચંડ દેવીશિલ્પ પણ છે. એના મસ્તક પર ચાર દેવો અને નીચેના ભાગમાં ત્રણ સ્ત્રીઓ - દષ્ટિગોચર થાય છે. દેવીનું વસ્ત્ર એક હંસ ખેંચી રહ્યો છે. આ મૂર્તિનું અભિધાન સ્પષ્ટ થઈ શકયું નથી. એલેરામાં કેટલાક શૃંગારભાવ પણ મૂર્ત થયા છે. એમાં ચુંબન, આશ્લેષ - તથા સંભોગના વિવિધ પ્રકારો દર્શાવાયા છે.' આ જેનશિલ્પ એલોરાનાં જૈન શિલ્પ દિગંબર સંપ્રદાયનાં છે. આ શિલ્પો ત્યાંના બૌદ્ધ - તથા શૈવ શિલ્પો જેવાં જ કલાત્મક છે. અલબત્ત, તીર્થકરોના મુખ પરના ભાવમાં • વ્યકત થતી કેવળ શમતા અને જોમ તથા ઉત્સાહના અભાવને લઈને એ મૂર્તિઓ : નિષ્ક્રિયતાની છાપ પાડે છે. વળી મર્યાદિત જગ્યામાં શિલ્પ ઠાંસી ઠાંસીને ભર્યા હોવાથી પ્રમાણભંગ પણ થયેલો જણાય છે. બધાં શિલ્પા જૈન મૂર્તિવિધાનને અનુસરીને કરેલાં છે. ગુફા નં. ૩૦થી ૩૪માં જન શિલ્પો જોવા મળે છે. ગુફા નં. ૩૦(છોટા કૈલાસ)માં મુખ્ય મૂર્તિ બેઠેલા મહાવીર સ્વામીની છે. " ઉપરાંત આમાં બીજા ૨૨ તીર્થકરોનાં શિલ્પો પણ કંડાર્યા છે. ગુફા નં. ૩૧ના ગર્ભગૃહમાં પણ મહાવીર સ્વામીની પ્રતિમા દષ્ટિગોચર થાય છે. ગુફા નં. ૩૨(ઇન્દ્રસભા) ચડિયાતી છે. આમાં ગર્ભગૃહમાં છત્ર અને પ્રભાચકથી શોભતા મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમા જોવામાં આવે છે. તેમની બે બાજુએ સુંદર વસ્ત્રાભૂષણયુકત ચામરધારી અનુચરો છે. ઉપલા ભાગમાં વિવિધ વાદ્ય વગાડતા બે ગંધર્વો છે. આ ગુફામાં ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ અને ગોમટેશ્વર બાહુબલીની મૂર્તિઓ, યક્ષયક્ષિણીઓમાં ઋષભદેવની યક્ષિણી ચકેશ્વરી, પાર્શ્વનાથનો યક્ષ ધરણેન્દ્ર • (નાગરાજ) અને મહાવીર સ્વામીને યક્ષ માતંગ તથા તેમની યક્ષિણી સિદ્ધાયિકાની - આકૃતિઓ કંડારાઈ છે. ક્ષભદેવના બીજા પુત્ર બાહુબલી ગોમટેશ્વર નામે
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy