SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પલા ગુફાના શિલ્પ જેવુ` છે. ૧૩) બેઠેલાં શિવ-પાર્વતી. ૧૪) ત્રિપુરાસુરનો વધ કરવા જતા સદાશિવ છ હાથ ધરાવે છે. તેમના સારથિ બ્રહ્મા પણ ૬ હાથ ધરાવે છે. ૧૫) રત્નાસુરના વધ કરતા વીરભદ્રરૂપ શિવ અને ૧૬) શિવ-પાર્વતીના લગ્નના પ્રસંગ ક ડારેલા છે. કલ્યાણસુ ંદર તરીકે પ્રસિદ્ધ આ છેલ્લા દશ્યમાં શિવની ડાબીબાજુ પાર્વતી છે. એક હાથમાં પુષ્પમાળા ને બીજા હાથે પાતીનું પાણિગ્રહણ કર્યું" છે. પશ્ચિમ તરફનાં ૧૨ દશ્યોમાં માર્કંડેય ઋષિની યમથી રક્ષા કરતા શિવ, અર્જુન પર અનુગ્રહ કરતા શિવ, ચાપાટ રમતાં શિવપાર્વતી, નારદજીનું વીણાવાદન સાંભળતાં શિવપાવ તી, કલાસ ઉપાડતા રાવણ, શિવની સન્મુખ બેસીને કથા સાંભળતાં પાર્વતી વગેરે જોવા મળે છે. ૧૭૦ ગુફા નં. ૨૯ (દૂમર લેણ)ના વચલા રંગમંડપની ત્રણ બાજુએ ઉપર કલાસ ઉપાડતા રાવણ, ચોપાટ રમતાં શિવપાર્વતી, શિવ-પાર્વતીનાં લગ્ન, માયાયોગી શિવ, ભૈરવ સ્વરૂપ શિવ વગેરે શિલ્પા કંડારેલાં છે. વૈષ્ણવ સપ્રદાયને લગતાં શિપે પણ આવાં જ વિપુલ અને વૈવિધ્યપૂર્ણ છે. આમાં વિષ્ણુનાં વિવિધ સ્વરૂપા ઉપરાંત એમના અવતારો પણ સ્થાન પામ્યા છે. શિવનાં શિલ્પાને મુકાબલે વિષ્ણુ અને તેમના અવતારોનાં શિલ્પામાં મૂર્તિ વિધાન અને કલાત્મકતા પૂર્ણપણે ખીલ્યાં જણાતાં નથી. ગુફા નં. ૧૪ (રાવણ કા ઐ)ની ઉત્તરની દીવાલ પર ૧) વરાહ સ્વરૂપે વિષ્ણુ પોતાના દંતશૂળ ઉપર પૃથ્વીને ધારી રહ્યા છે. તેમના પગ નીચે શેષનાગ છે. ૨) વૈકુ ઠમાં ચતુર્ભુજ વિષ્ણુ બેઠેલા છે તેમની પાસે લક્ષ્મી અને સીતાજી બેઠાં છે. પાછળ ચામરધારી ચાર રિચારકો છે ને નીચે ગરુડ છે. કેટલાક ગંધર્વો નૃત્ય કરે છે તે કેટલાક વાદ્ય વગાડી રહ્યા છે. ૩) એક તારણ નીચે વિષ્ણુ અને લક્ષ્મી પંક પર બેઠાં છે. પાછળ પરિચારકો ઊભા છે. નીચેના ભાગમાં નાના કદના સાત સેવકો કંડાર્યાં છે, જે પૈકીના ચારના હાયમાં વાજિંત્રા જણાય છે. ગુફા નં. ૧૫ (દશાવતાર) એના નામ પ્રમાણે દશાવતારનાં શિલ્પા ધરાવતી હોવી જોઈએ. પણ એમાં દશ અવતારોનાં દશ્ય નથી. આમ છતાં એમનું પ્રાધાન્ય પ્રવતું જરૂર જોવા મળે છે. ગુફાની દક્ષિણ દીવાલ પર ૬ દશ્યા કડારેલાં છે. ૧) ગેવનધારી વિષ્ણુ વ્રજવાસીઓની રક્ષા કરતા જણાય છે. વસ્તુત: ગોવર્ધનને શ્રીકૃષ્ણે ધારણ કર્યો હતો. અહીં દેવને ચતુર્ભુજ બતાવ્યા છે. તેમના એક હાથ કટિ પર અવલંબિત છે, બીજા હાથમાં શંખ છે. બાકીના બેથી તેમણે ગાવ ન ધારણ કર્યો છે. આમાં ગાયોનું અંકન ઘણું સજીવ અને મનેાહર બન્યું છે. ૨) મનુષ્યનુ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy