SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૮: રાક્ટ-પ્રતીહાર-પાલકાલની શિ૯૫કલા ૧૬૯ શિવલિંગ માહાસ્ય અને તારકાસુરવધ કરવા જતા શિવનાં દશ્યો નોંધપાત્ર છે. ઉત્તરની દીવાલ પર કંડારેલ રત્નાસુરવધ કરતા ભૈરવના હાથનો વેગ, ગળાની ડેડમાળા, હાથમાં ધારણ કરેલ ત્રિશૂળ, રત્નાસુરને પકડવો, ઉપર આ ઘટનાને હોંશપૂર્વક જોતું ઘુવડ અને નીચે રકત પાનની માગણી કરતા કલિ વગેરે ભયંકર દશ્ય રજૂ કરે છે. શિવલિંગનમાહામ્યમાં લિંગમાંથી અગ્નિ પ્રગટી રહેલો દર્શાવ્યો છે. વિષ્ણુ લિંગનો પાર પામવા વરાહરૂપે જમીન ખેડી રહ્યા છે પણ નિષ્ફળ બનતાં હાથ જોડીને શિવની સ્તુતિ કરવા લાગે છે. બીજી બાજુ બ્રહ્મા હંસસ્વરૂપે લિંગની ઉપર ચડી એને પાર પામવા પ્રયત્ન કરે છે ને નિષ્ફળ જતાં શિવની સ્તુતિ કરવા લાગે છે. તારકાસુરવધ માટે પ્રયાણ કરતા શિવનું દશ્ય અત્યંત મનોહારી છે. તેઓ સૂર્યના રથ પર આરૂઢ થઈ, ચાર વેદોના ચાર ઘોડા અને બ્રહ્માને સારથિ બનાવી પ્રયાણ કરી રહ્યા છે. આ ગુફામાં આ ઉપરાંત ઉમા-મહેશ્વર, બાલગણેશ સાથે નંદી પર બેઠેલાં શિવ-પાર્વતી, અર્ધનારીશ્વર, ઉમાનું તપ, ચપાટ રમતાં શિવ-પાર્વતી, શિવ-પાર્વતીનાં લગ્ન, કૈલાસ ઉપાડતો રાવણ, માર્ક ડેયાનુગ્રહ, વગેરે શિલ્પ પણ કંડારાયાં છે. ગુફા નં. ૧૬ તો શિવના નિવાસસ્થાન કૈલાસરૂપે કંડારી હોવાથી શિવનાં વિવિધ સ્વરૂપોનાં શિલ્પોથી ભરપૂર છે. સ્તંભેના ગાળામાં દક્ષિણથી શરૂ કરી પૂર્વ અને ઉત્તર તરફ જતાં આ સર્વ શિલ્પો જોવા મળે છે. એમાં દક્ષિણ દિશામાં ૧૨ દશ્યો પૈકીના ત્રણમાં શિવલિંગની ઉપાસના કરતો ભકત, નંદી સહિત ઊભેલા મહાદેવ તથા અર્ધનારીશ્વર જોવા મળે છે. પૂર્વ તરફનાં ૧૯ દશ્યો પૈકી ૧૭ શિવને લગતાં છે : ૧) કાળભૈરવ સ્વરૂપ શિવની પાસે કેશરચના કરતાં પાર્વતી ઊભાં છે. ૨) કમળમાંથી કપાલભૈરવ સ્વરૂપે બહાર આવતા શિવના હાથમાં પાર્વતી છે. ૩) નવ યોગી શિવના ચતુર્ભ જ હાથ પૈકી એકમાં ત્રિશૂળ, બીજો પાર્વતીના મસ્તક પર અને બાકીના બે વડે પાર્વતીનાં સ્તન ગ્રહણ કર્યા છે. ૪) સિદ્ધયોગીરૂપ ચતુર્ભુજ શિવના મસ્તક પર ગંધર્વો અને પગ પાસે ગણો છે. ૫) બટુક ભૈરવ રૂપ શિવે એક લંગોટી જ ધારણ કરી છે. ખભે ત્રિશૂળ મૂકેલું છે. એક હાથમાં ડમરુ અને બીજામાં ખાપટ જણાય છે. તેઓ પાર્વતી સમક્ષ ઊભા છે. ૬) ભૂપાલ ભૈરવરૂપ શિવ વામન પુરુષ પર નૃત્ય કરી રહ્યા છે. ૭) ત્રિશૂળ અને નાગ ધારણ કરેલા ભૈરવની એક બાજુ નંદી અને બીજી બાજુ પાર્વતી છે. ૮) મહાદેવ. ૯) નાગ અને નંદી સહિત શિવ. ૧૦) ત્રિશૂળધારી શિવની એક ભકતે પૂજા કરી રહ્યો છે. ૧૧) ગંગાધર શિવની જટામાં સર્પ વીંટેલો છે. ગંગાને નીચે પડે છે. ઉપર ગંધર્વો અને બાજુમાં પાર્વતી પણ છે. ઉસે શિવલિંગ માહાભ્યનું દશ્ય ઉપરોકત દશાવતાર
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy