SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિ૯૫કલા. છે, જ્યારે રૂપાંકનયુકત અધોવસ્ત્રને કટિ સાથે એવી રીતે બાંધ્યું છે, કે એને લઈને મહકતા વધી ગઈ છે. કલાત્મક કેશરચના, કંઠમાં હાંસડી, મુકતામાળા અને બે સ્તન વચ્ચેથી પસાર થઈ છેક કટિ સુધી પહોંચતું પેન્ડલયુકત ઉર: સૂત્ર, સપ્રમાણ દેહ સૌષ્ઠવ, મુખ પરનું સ્મિત અને કલાત્મક અંગભંગીને લઈને આ મૂર્તિ કલા અને ભાવની અભિવ્યકિતની બાબતમાં ૧૦ મી સદીનું એક શ્રેષ્ઠ શિલ્પ ગણાય છે. ૩) બિહાર-બંગાળ ૮ મી સદીના ઉત્તરાર્ધમાં બિહાર અને બંગાળમાં પાલવંશની સત્તા સ્થપાઈને તેમની સત્તા ૧૨ મી સદી સુધી પ્રભાવક રહી. પાલ રાજાઓ કલાના પ્રોત્સાહકો હોવાથી ચિત્રકલા અને શિલ્પકલાને ક્ષેત્રે વિશિષ્ટ શૈલીઓ પ્રગટી. ૮ મી ૯ મી સદીઓ દરમ્યાન આ શૈલીઓનું સ્વરૂપ ઘડાઈ ગયું, જે ૧૨ મી ૧૩ મી સદી સુધી પ્રચલિત રહેલું જણાય છે. પાલલીનાં શિલ્પમાં શરીરની સુંવાળપની બાબત માં ગુપ્ત કલાને પ્રભાવ વરતાય છે. તે સિવાય હવે કેન્દ્રસ્થાને માનવ-આકૃતિ રહેલી હોવાથી તેના શરીર અને શૃંગારની અભિવ્યકિત સ્પષ્ટ તરી આવતી જણાય છે. કમલાકાર આંખો અને જાડા હોઠ એમની વિશેષતા છે. નાલંદા આ શૈલીનું સર્વોત્તમ કેન્દ્ર હતું. ઉપરાંત રાજગૃહ, બોધગયા, કુકિહર, દિનાજપુર, ભાગલપુર અને રાજશાહીમાંથી પણ સંખ્યાબંધ શિલ્પકૃતિઓ મળી આવી છે. આમાંની કેટલીક કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. નાલંદામાંથી મળેલ ૯મી સદીની બોધિસત્વ પાપાણિની અને ૧૦ મી સદીની વજસત્ત્વની પ્રતિમાઓ મૂ તિવિધાનની દષ્ટિએ સુંદર નમૂનાઓ છે. આ બંને ઉપરાંત કલકત્તા મ્યુઝિયમમાં સુરક્ષિત શ્રીદેવી સહિત વિષ્ણુ, સરસ્વતી, તીર્થ. કર પાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓ ગુપ્તકાલીન ભાવવ્યંજના અને આંગિક મૃદુતા વ્યકત કરે છે. અલબત્ત, આ મૂર્તિઓમાં ગુપ્તકાલીન મૂર્તિઓની અપેક્ષાએ અલંકરણ વધેલું નજરે પડે છે. સમય જતાં રૂપાંકન ગૌણ અને અલંકરણ મુખ્ય બનતું જતાં શિલ્પો જાણે કે ધાતુ-શિલ્પની નકલરૂપ કરવામાં આવેલાં હોય એવાં બની ગયાં છે. પાલકાલમાં બિહાર-બંગાળમાં વિજયાનનો ઉદય થતાં ગુપ્તકાલીન આધ્યાત્મિકતાનું સ્થાન તાંત્રિક વિચારો અને આચારોએ લીધું ને એનો પ્રભાવ બદ્ધ કલા પર પડયો. અલબત્ત, તાંત્રિક મતે પાલકલાને જોમ અને જુસ્સો બને બક્ષ્યાં. ધ્યાનો(સ્તોત્રો)માં આપેલાં લક્ષણો અનુસાર આ પ્રતિમાઓ ઘડાયેલી હોવા છતાં એમાં શારીરિક અંગલાલિત્ય ભાવોત્કટતા અને આધ્યાત્મિક ઊંડાણ તથા ઉદાત્તતા વરતાય
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy