SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૮: રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલકાલની શિ૯૫લા પાશ, ગદા ખડ્ઝ, અભય મુદ્રા, ડાબા ચાર હાથમાં ખેટક, ચક્ર, ૫% અને શંખ ધારણ થયાં છે. દેવે અધવસ્ત્ર ધારણ કર્યું છે ને એના પર ઊર્જાલક બાંધ્યું છે. વળયુકત દુપટ્ટો ઢીંચણ પાસેથી પસાર થાય છે. દેવે ધારણ કરેલ રત્નજડિત કિરીટમુકુટ, મોતીનાં ભારે કુંડળ, કંઠમાં ચાર સેરી પેન્ડલયુકત માળા, બાજુબંધ, વલય અને એખલા કલાત્મક છે. તેમના પગને ટેકો આપતા કે તેમને પંખે કરતા નાગ પાતાળલોકનું સૂચન કરે છે. નીચેથી ઉપર જતાં આખું વિશ્વ પ્રગટ થતું અને ટોચે બ્રહ્મલોકમાં વિરમનું જણાય છે. બ્રહ્મલોકનું સૂચન ચતુર્મુખ બ્રહ્મા દ્વારા કર્યું છે. દેવતાના માનુષાકાર આયુધ પુરુષો તેમની સેવામાં પ્રવૃત્ત છે. તેમના મુખ્ય અવતારોનું આલેખન થયું છે, તેમાં મસ્તક પાછળ જમણી બાજુ મસ્ય અને કૂર્મ તથા ડાબી બાજુ વરાહ અને સિંહનાં મસ્તકો કંડાર્યા છે, જે પ્રથમ ચાર અવતારો સૂચવે છે. મુકુટની ઉપર પરશુરામ, રામ અને કલ્કી દર્શાવ્યા છે ને તેમની ઉપર બ્રહ્મા છે. દેવની જમણી બાજુએ ૧૧ રુદ્રો અને ડાબી બાજુએ ૧૨ આદિત્યો અનુક્રમે ત્રિશૂળ અને કમળ ધારણ કરીને ઊભા છે. ઉપરાંત બળરામ, ઇન્દ્ર, સરસ્વતી, કાર્તિકેય, ગણેશ વગેરે દેવોનું પણ દેવની બંને બાજુની જગ્યામાં આલેખન થયું છે. શિલ્પને ફરનું (પ્રભા)મડલ રચવા માટે ડાબી બાજુ ચાર અને જમણી બાજુ ચાર ભૈરવ-મસ્તક કંડાર્યા છે. આ મસ્તકો અને મસ્તકો કરતાં મોટા કદનાં છે. આ શિલા પ્રસ્તુતકાલનાં સર્વોત્તમ શિલ્પ પૈકીનું એક ગણાય છે. શિવ-પાર્વતીના પાણિગ્રહણનું શિક૫ પણ નવમી સદીનું છે. આ માંગલિક પ્રસંગે નવદંપતીને અભિનંદન આપવા આવેલા દેવોની આકૃતિઓ મનોહર રીતે કંડારી છે. દ્વિભુજ શિવપાર્વતી અગ્નિ સમક્ષ પાણિગ્રહણ કરતાં આત્મસમર્પણનો ભાવ અનુભવી રહ્યાં છે. બંનેની વચ્ચે નીચેના ભાગમાં બ્રહ્મા પવિત્ર અગ્નિને પ્રદીપ્ત કરવામાં વ્યસ્ત છે. ટોચના ભાગમાં વરુણ યમ, ઇન્દ્ર, વાયુ, નિર્ઝતિ, ગણેશ, કુબેર, ગંગા તેમજ અન્ય દેવતાઓ દષ્ટિગોચર થાય છે. એલિફંટામાં કંડારાયેલ આ પ્રકારના દશ્યની સરખામણીમાં કનોજનું આ શિલ્પ કંઇક ઊતરતી કક્ષાનું છે. ચતુર્મુખ શિવ-મૂર્તિમાં છાતી સુધીનાં શિવનાં ચાર ઉધ્વધ અંગ ચારે બાજુ કંડાર્યા છે. એમાં શિવનાં વામદેવ, તપુરુષ, અઘેર અને સોજાત એ ચારેય સ્વરૂપ વ્યકત થયાં છે. ચારેય મુખ પર ગૌરવ, સ્વસ્થતા, આધ્યાત્મિકતા અને કોમળ ભાવ ઝલકે છે. ગ્વાલિયર મ્યુઝિયમમાં સુરક્ષિત સુરસુંદરીના શિ૯૫માં દેવાંગના ઝાડને અઢેલીને ઊભી છે. એના હાથ અને ઢીંચણ સુધીના પગ તૂટી ગયા છે. ઉત્તરાંગ વિવસ્ત્ર
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy