SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિહો થઈ ગયુ હોવાથી વિદેશી પ્રભાવ ઝટ વરતાતા નથી. આ સંદર્ભમાં ડો. ઉમાકાંત શાહનું મંતવ્ય નોંધપાત્ર છે: “ચાર ચાર સૈકાઓથી રોમન પ્રજા સાથે જે વ્યાપારી અને સાંસ્કૃતિક વિનિમય શરૂ થઈ વધ્યા હતા તેથી, અને પાછળથી રોમન સામ્રાજ્ય છિન્નભિન્ન થવાને લીધે ભારતમાં વસી રહેલા રામનાની પણ વિદ્યા અને કલાને ભારતે અપનાવી અને ભારતીય સંસ્કૃતિના રંગે ૨ંગી નવીન ભારતીય સ્વરૂપમાં રજૂ કરી. ગુપ્તકાલમાં ગ્રીક અને રોમન કલાની આવી અસરા (પછી ભલે તે થાડી કે વધારે હોય) કબૂલ નહિ કરવામાં સંકુચિત પ્રાદેશિક મનેાવૃત્તિ છે.” * ૧૨૧ ગંધારમાં સ્કેટિયા અને મથુરામાં રાતા પથ્થરની મૂર્તિઓ બનતી હતી. ગુપ્તકાલીન મૂર્તિ એ ચુનારની ખાણના સફેદ રેતિયા પથ્થરમાંથી બનેલી છે. આ શિલ્પકલા કોઈ વિશેષ ધર્મ સંપ્રદાય સાથે સંલગ્ન ન રહેતાં પૂર્વવર્તી મથુરાકલાની જેમ ઘણા ખરા ધ સંપ્રદાયોમાં ઊતરીને પ્રસાર પામેલી જણાય છે. ગુપ્તોત્તરકાલમાં ભારતીય શિલ્પકલામાં પ્રાકૃતિક અને સાંસારિક વિષયાને વ્યાપક સમાવેશ થતા જોવા મળે છે, પણ ગુપ્ત કલા તે પ્રાચીન પદ્ધતિ અનુસારની ધર્મપ્રધાન કલા જ છે. રમેશચંદ્ર મજુમદારના શબ્દામાં કહીએ તેા, સંક્ષેપમાં તાલ, ગતિ અને સૌંદર્યંની ઉચ્ચ ભાવનાથી પરિપૂર્ણ ઉચ્ચ આદર્શ જ ગુપ્તકાલીન શિલ્પાની વિશેષતા છે. એમની કલા અને એના નિર્માણમાં ઓજ અને સુરુચિ નિતરે છે. ગુપ્તકલામાં બૌદ્ધિકતાની પ્રધાનતા છે ને એને લઈને ઉચ્ચ વિકસિત ભાવના અને અત્યધિક અંકરણાને નિયંત્રિત કરવામાં એ સુસમર્થ થઈ શકી છે. ગુપ્તકલાના પ્રભાવ ભારત પૂરતા સીમિત ન રહેતાં ભારત બહારના કેટલાક દેશેા સુધી વિસ્તર્યો છે. મલયદ્વીપકલ્પ, સુમાત્રા, જાવા, અનામ તેમજ કબાડિયાનાં પ્રાચીન શિલ્પા પર ગુપ્તકલાની અમિટ છાપ દૃષ્ટિગાચર થાય છે.”+ અહીં ગુપ્તકાલીન શિલ્પાના સગવડતા ખાતર ચાર પ્રાદેશિક વિભાગા-ઉત્તર અને પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ, ગુજરાત તથા દખ્ખણ-માં વહેંચીને અભ્યાસ કરવા અભિપ્રેત છે. (ર) ઉત્તર અને પૂર્વ ભારતનાં શિપા ગુપ્ત શૈલીના ઉદ્ગમ મથુરા કે સારનાથમાં થયા એ પ્રશ્ન હમણાં ચર્ચાસ્પદ બન્યા છે. અત્યાર સુધી આનંદકુમાર સ્વામી, સ્ટેલા ક્રેમરિશ વગેરે બહુસંખ્યક * “ભારતીય શિલ્પસમૃદ્ધિ”, પૃ. ૨૪ + Ancient India, p. 490
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy