SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ભારતીય પ્રાચીન શિલ્પકલા (૫) ગુખ શિલ્પકલા રૂપ-પ્રધાનની સાથે ભાવ-પ્રધાન પણ છે. જેવી રીતે આ કાળના સંસ્કૃત કાવ્યમાં કલાપક્ષ અને ભાવપક્ષને જેમ અપૂર્વ સમન્વય થયેલો જોવા મળે છે, તેમ શિલ્પકલામાં પણ બાહ્ય સૌંદર્યની સાથે આંતરિક અને આધ્યાત્મિક ભાવવ્યંજના સમન્વિત થયેલી દૃષ્ટિગોચર થાય છે. આ સમયના કલાસિદ્ધ વસ્તુના રૂપને સર્વાંગસુંદરબનાવવામાં જેટલા નિપુણ હતા, એટલા જ પોતાના આંતરિક અને આધ્યાત્મિક ભાવોને સુંદર કૃતિઓમાં અનુસૂત કરવામાં સિદ્ધહસ્ત હતા. ગુપ્તકાલીન શિલ્પો આધ્યાત્મિક કાંતિ અને આંતરિક શાંતિથી વ્યાપ્ત જોવા મળે છે. અલબત્ત, માનવાકૃતિ-પ્રતિમાનું વિધાન જ કલાકારને મુખ્ય વિષય હતો, તથાપિ એમાં એણે પાર્થિવ સૌંદર્યથી અધિક અલૌકિક સૌંદર્ય પ્રગટ કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કાલની મૂર્તિઓના મુખમંડળ પર અપૂર્વ પ્રભા, ગંભરતા, શાંતિ અને સ્વાભાવિકતા વરતાય છે. રૂપ અને ભાવનો સમન્વય આવા ઉત્તમ રૂપે અન્યત્ર દુર્લભ છે. (૬) ગુપ્તકાલની બુદ્ધમૂર્તિઓ કેટલીક વિશેષતાઓ ધરાવવાને લઈને પૂર્વવતી મૂર્તિઓ કરતાં જુદી પડી આવે છે. કુષાણકાલીન મૂર્તિમાં પ્રભામંડળ સાદુ રખાતું તે ગુપ્તકાલમાં પૂર્ણત: અલંકરણયુકત બની ગયું. એમાં એને કમળ અને અન્ય આકૃતિઓથી સજાવવામાં આવ્યું. કુષાણકાલીન મૂર્તિઓમાં સંઘાટી જમણા ખભા પર જોવા મળતી નહોતી. આ કાલમાં સંઘાટીથી બંને ખભા ઢંકાયેલા જોવા મળે છે. અગાઉ બુદ્ધનું મસ્તક મુંડિત (કે કેવળ એક લટયુકત રખાતું), પણ ગુપ્તકાલમાં એ કુંતલ કુંચિત કેશ અને ઉષ્ણીષયુકત દષ્ટિગોચર થાય છે. અગાઉ બુદ્ધની બંને ભમ્મરો વચ્ચે દર્શાવાતી ઊર્ણાને અહીં લોપ કરવામાં આવ્યો. વળી ભમ્મરો અગાઉ જેવી ચાપાકાર નહિ કરતાં સીધી કરવામાં આવી. બુદ્ધની મૂર્તિઓ આભૂષણ રહિત છે, જ્યારે બોધિસત્ત્વની મૂર્તિઓમાં આછાં આભૂષણે નજરે પડે છે. (૩) સ્થાપત્ય સાથે શિલ્પકલાને સંપૂકત સંબંધ અગાઉની સરખામણીમાં વધેલો જણાય છે. વાણી અને અર્થની જેમ આ બંને કલાઓનો અન્યાશ્રિત સંબંધ ભારતીય કલાની વિશેષતા છે. તે ગુપ્તકાલમાં વિશેષ પ્રસ્કુટ થતો દુષટગોચર થાય છે. પૂર્વવતી કાલમાં ભવનને સજાવવાને સંભવત: રિવાજ નહોતો. આ કાલમાં દેવપ્રાસાદની જેમ ભવને અને મકાનોને પણ સજાવવામાં આવતાં. આવાં સજાવટી શિલ્પમાં ભાલ, કીર્તિ મુખ, ગંગા અને યમુના, શંખ, કમળ તથા વિવિધ પત્રલતાકારોનો સમાવેશ થતો. (૮) ગુપ્તકાલીન શિલ્પકલા એની પૂર્વવત અને ઉત્તરવતી કલાઓથી કેટલીક - બાબતમાં સ્પષ્ટત: જુદી પડે છે. ગંધાર અને મથુરાની કલામાં વિદેશી તત્ત્વોનો પ્રિભાવ પારખી શકાતો હો, ગુપ્તકાલમાં પૂર્વવત કલાઓનાં બધાં તત્ત્વોનું રસાયન
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy