SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શાક્ત સોંપ્રદાય અને અન્ય હિંદુ દેવાની આરાધના લસુખ વેલજીની પેઢીના મકાન ઉપર જોવા મળે છે. આજે પણ ઘણાં નવાં મકાનામાં ગણપતિની મૂર્તિની તકતી લગાવવામાં આવે છે. ૯૯ જ ગણપતિનાં વિવિધ સ્વરૂપો પૈકી વિનાયક અને વક્રતુ ંડનું ચતુર્ભુ જ સ્વરૂપ વધુ પ્રચલિત છે. ચતુર્ભુજ ગણપતિના હાથમાં સામાન્યતઃ દંત તથા પરશુ, મેર્દક અને અક્ષમાલા અથવા કમળ હોય છે. વિનાયક ગણપતિના ચારે હાથમાં દંત, કમળ, મેાદક અને પરશુ અનુક્રમે હોય છે. જ્યારે વક્રતુ ંડના હાથમાં પાશ, અંકુશ, વરદમુદ્રા અને અભયમુદ્રા હોય છે. હાલમાં આ બંને સ્વરૂપાની પ્રાચીનઅર્વાચીન પ્રતિમાએ ગુજરાતનાં અનેક શહેર અને ગામડાએમાંથી મળી આવે છે. મહેસાણા જિલ્લામાં ઊંઝાથી ત્રણ માઈલ દૂર અઠેર ગામે આવું એક મધ્યકાલીન મ ંદિર આવેલુ છે. સૌરાષ્ટ્રમાં ગેપ મંદિરની ખારી ઉપર પશ્ચિમ ભાગમાં શિખર પાસે ગણેશની એક અ પ કાસન વાળી ચેથા સૈકાની મનાતી પ્રાચીન પ્રતિમા આવેલી છે. આ ઉપરાંત કદવાર, થાન, સૂત્રાપાડા, વડનગર, સિદ્ધપુર, પાટણ વગેરે સ્થળાએથી ગણેશની વિવિધ પ્રતિમાએ મળી આવેલ છે. ગણેશની અષ્ટભુજ પ્રતિમાએ ગુજરાતમાં પ્રચારમાં હશે એમ મનાય છે. આવી એક પ્રતિમા પાટણના પંચમુખી હનુમાનના મંદિરમાં આવેલી છે. પ્રતિમા ખેડી છે. આઠ હાથ છે. તેના ચાર હાથમાં પરશુ, કમંડળ, શક્તિ તથા અંકુશ ધારણ કરેલ છે. બાકીના ચાર હાથનાં આયુધા સ્પષ્ટ થતાં નથી. બીજી આવી એક પ્રતિમ! વડનગરના પીઢારી દરવાજે પીઢારી માતાના મંદિરમાં મૂકેલી છે. ગણેશની ભુિજ, ષડભુજ, દશભુજ પ્રતિમાએ કાઈક કાઈક ઠેકાદુથી મળે છે, પણ આવી પ્રતિમાએ ખાસ પ્રચારમાં હોય તેમ લાગતું નથી. ભુિજ પ્રતિમાએ પાટણના પંચમુખી હનુમાનના મંદિરમાં તેમજ વડનગરના શીતળામાતાના મ ંદિરમાં આવેલી છે. ડભુજ પ્રતિમાએ સિદ્ધપુરના ગોવિંદ માધવમંદિરમાં છે. દશભુજ પ્રતિમા અમદાવાદના અસારવાના નીલકંઠ મહાદેવના મંદિરમાં આવેલી છે. ગણપતિની વિવિધ પ્રતિમાએમાં કયારેક ઊભા ગણપતિ તા કયારેક નૃત્ય કરતા ગણપતિની પ્રતિમાએ જોવા મળે છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના મ્યુઝિયમમાં નૃત્ય કરતા ગણેશની ચતુભુજ પ્રતિમા છે. શામળાજી અને રાડામાં ગણપતિની ગુપ્તકાલીન પ્રતિમાએ મળે છે. વિ. સ’. ૧૧૯૩(ઈ.સ. ૧૧૩૭)માં સિદ્ધરાજ જયસિંહના સમયમાં ભટ્ટારિકા સહિત વિનાયકનું મંદિર બંધાવવામાં આવ્યું હતું.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy