SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધ' સ‘પ્રદાય વરદ અને ઉપરના ભાગમાં ધ્રુવ તથા ડાબા બે હાથમાં પુસ્તક અને કમંડલ ધારણ કરેલ છે. પ્રતિમાની પાસે સાવિત્રી અને સરસ્વતીની એ પ્રતિમાએ માટા કદની આવેલી છે. નગરામાંથી મળી આવેલી એક ખીઝ પ્રતિમા હાલ વલ્લભવિદ્યાનગર(આણુંદ પાસે)માં છે. ૨૮ જ પાટણમાં વાયુદેવના મંદિરમાં બ્રહ્માની લગભગ ત્રણ ફૂટ ઊંચી ધાતુ પ્રતિમા આવેલ છે. પ્રતિમા ચતુર્ભુ જ છે. તેના ચાર હાથમાં અનુક્રમે વરદ, ધ્રુવ, કમળ અને કમંડળ છે. માથે જટામુકુટ છે. બાજુમાં તેમની બે પત્નીએ સાવિત્રી અને સરસ્વતી છે. હુંસ વાહન છે. ધોળકામાં પણ બ્રહ્માની ત્રણ ચાર પ્રતિમાઓ આવેલી છે, આ ઉપરાંત કદવાર, પાટણ, શ્રીનગર વગેરે સ્થળે બ્રહ્માની બેઠી પ્રતિમાએ જોવા મળે છે. આ સાથે બ્રહ્માની યુગલ પ્રતિમાએ તેમજ ધ્યાનસ્થ બ્રહ્માની પ્રતિમાએ પણ ગુજરાતમાંથી મળે છે. આમ, ગુજરાતમાં લગભગ બારમી સદી સુધી બ્રહ્માની પૂજા પ્રચલિત હતી એમ ઉપરની પ્રતિમાએ પરથી જણાય છે. ગણેશ પૂજા: ઘણા પ્રાચીનકાલથી ગુજરાતમાં શુભ કાર્યની શરૂઆત ગણેશ પૂજનથી થાય છે. ગુજરાતમાં ગણેશનાં સ્વતંત્ર મંદિરા ભાગ્યે જ જોવા મળે છે. મુખ્યત્વે શૈવ અને વૈષ્ણવ મદિરાના અંતરાલમાં ગણપતિની પ્રતિમાની સ્થાપના થયેલી જોવા મળે છે. શ્રી ગેશાય નમઃ' એ ગણેશ સ્તુતિના મત્ર છે. મુદ્ગલ પુરાણમાં આ દેવનાં ૩૨ નામ જણાવેલ છે. તેમાંનાં વિનાયક, વિઘ્નેશ્વર, સિદ્ધિદાતા, ગણપતિ, ગજાનન અથવા ગજમુખ, ઋતુ'ડ, લ ખેાદર, વગેરે નામેા ગુજરાતમાં જાણીતાં છે. ગુજરાતમાંથી ગણેશની વિવિધ પ્રતિમાઓ જેવી કે ઊભા ગણેશ, નૃત્ય કરતા ગણેશ, ખેઠેલા ગણેશ વગેરે જોવા મળે છે. તેમના આયુધામાં કમળ, જલપાત્ર, મેાદક, હસ્તીદંત, પુસ્તક વગેરે જણાય છે. તેમનું વાહન ઉંદર છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વસતી કાઢી, કખી, મેાચી વગેરે ામની સ્ત્રીએ આ દેવનાં ચિત્રા કપડા ઉપર દેરીને તેમાં સરસ ભરતગૂ ંથણ કરે છે. કેટલેક ઠેકાણે મકાનાના પ્રવેશદ્વારની બારશાખમાં લાકડાનું સુંદર કાતરકામ કરી તેમાં ગણેશની પ્રતિમા કડારેલી હોય છે. આવી એક બારી મેાડાસા (જિ. સાબરકાંઠા)માં
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy