SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના અને બીજામાં ગૂઢમંડપ છે. એની આગળ અલગ સભામંડપ છે. સભામંડપની સામે સૂર્યકુંડ છે. તે હાલમાં રામ કુંડના નામે ઓળખાય છે. ગર્ભગૃહથી માંડીને સભામંડપ સુધીની લંબાઈ ૪૪ મીટર છે. સભામંડપ ૧૫૪૧૫ સમરસ મીટરને છે. મંડપમાં પ્રવેશ માટે તંભાવલીયુક્ત શૃંગાર ચેકીએ ચારે બાજુએ આવેલી છે. આગળ કીતિ તારણના અવશેષ રૂપે બે થાંભલા ઊભા છે. મધ્યના અષ્ટસ્તંભ ઉપર મંડપને મુખ્ય ભાગ રચાયેલ છે. આ સ્તંભે લગભગ ચાર મીટર ઊંચાઈના છે. ગર્ભગૃહ તથા ગૂઢમંડપને વિસ્તાર ૨૪૪૧૫ મીટર છે. ગૂઢમંડપની સામે શૃંગાર ચકી આવેલી છે. દીવાલની બહારની બાજુએ બધી મળીને બાર સૂર્યપ્રતિમા ઓ છે. પીઠ અને મંડેવરના ભાગે શિલ્પોથી શણગારેલા છે. મંદિરની બહારની દીવાલ વચ્ચે પ્રદક્ષિણું પથ આવેલ છે. પણ તેમાં બાર ગોખલાઓમાં સૂર્યમૂર્તિઓ આવેલી છે. ગર્ભગૃહની નીચે ૩.૫ ૪૩.૨ મીટર જેટલો ખાડો છે. જેમાં સૂર્યપ્રતિમા માટેના આસનની વ્યવસ્થા હશે. ગર્ભગૃહની મૂળ સૂર્યપ્રતિમાને હાલ પત્તો નથી. ગર્ભગૃહની પછીતમાં વિ. સં. ૧૦૮૩ (ઈ. સ. ૧૦૨૬-૨૭) વર્ષ દર્શાવતો લેખ છે. આ મંદિર સેલંકી રાજવી ભીમદેવ ૧લાના સમયમાં બંધાયું હોય તેવું લાગે છે. સભામંડપની સામે પૂર્વ તરફ સૂર્યકુંડ આવેલું છે. એની લંબાઈ ૧૭૬ ફૂટ તથા પહોળાઈ ૧૨૦ ફૂટની છે. પગથિયાં ઊતરતાં વચ્ચે નાની દેરીઓ આવે છે. તેમાં વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિમાઓ નજરે પડે છે. કુંડમાં શેષશાયી વિષ્ણુની પ્રતિમા સભામંડપની સામે આવેલ છે. નોંધપાત્ર હકીકત એ છે કે, મંદિર કે કુંડમાં કયાંય પણ ચૂને કે સિમેન્ટ વાપરવામાં આવ્યો નથી. સુથાર લાકડાને સાલવીને બેસાડે છે તેમ, દરેક પથ્થરને સાલવીને ગોઠવવામાં આવેલ છે. સૂર્યમંદિર અને કુંડની રચના એવા પ્રકારની છે કે, ઊગતા સૂર્યના પહેલાં કિરણો મંદિરમાં મુખ્ય પ્રતિમાના ચરણમાં પડે. કિરણે પાણી ઉપર પડતાં આખું મંદિર પ્રકાશથી શોભી ઊઠે છે. (જુઓ ચિ. ન. ૧૪) સૂર્યમંદિર દ્વારકા દ્વારકાના ઉત્તર પશ્ચિમ ભાગે એક કલાસકુંડ નામે ઓળખાતા કુંડ છે. આ કુંડની ઊંડાઈ લગભગ ૭૨ ૪૭૨ ફૂટની છે. તેમાં ઊતરવા માટે પગથિયાં છે. ગર્ભસંહિતામાં આ કુંડને સૂર્યકુંડ તરીકે ઓળખવામાં આવેલ છે. આ કુંડની ઉત્તરે સૂર્યમંદિર આવેલું છે. મંદિરમાં હાલમાં જીર્ણોદ્ધાર કરીને સૂર્યની પ્રતિમાની સ્થાપના કરેલ છે. મંદિરની બહાર આવેલી એક પ્રતિમાને “અરુણની પ્રતિમાના નામે ઓળખવામાં આવે છે. સંભવ છે કે આ જ પ્રાચીન મૂર્તિ હશે. પ્રતિમા
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy