SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ - ગુજરાતના ધમ સંપ્રદાય હતી. ખેરાલુમાંથી એક પ્રાચીન મૂર્તિ મળી આવેલ છે. આ મૂર્તિ ઉપર સં. ૧૨૯૩ (ઈ.સ. ૧૨૩૭)ને લેખ છે. (અહીં જુઓ ચિત્ર નં. ૧૫.) વાઘેલા રાજવી વીસલદેવે મૂલસ્થાનનાં સૂર્યમંદિરોને જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. સૌરાષ્ટ્રના અધિકારી સામંતસિંહે દ્વારકાના માર્ગમાં આવેલા રેવતી કુંડમાં અન્ય દેવની સાથે સૂર્યમૂર્તિ પધરાવી હતી. વિ. સં. ૧૩૪૬ (ઈ.સ. ૧૨૯૦)ના વંથળીમાંથી મળેલા લેખમાં શરૂઆત છે તૈમઃ શ્રી રેવંતાથી કરે છે. વિ. સં. ૧૩૫૪ (ઈ. સ. ૧૨૯૮)ની મુરલીધર મંદિરની પ્રશસ્તિમાં શરૂઆતના મંગલાચરણના શ્લોકમાં સૂર્યની સ્તુતી જોવા મળે છે. આ પ્રશસ્તિમાં એક સૈનિકે સૂર્ય લેકમાં પ્રયાણ કર્યાનું જણુવ્યું છે (શ્લોક ૨૦-૨૧). પ્રભાસપાટણમાં સૂર્યની કેટલીક પ્રાચીન મૂર્તિઓ મળી આવેલ છે. ત્રિવેણુ પાસે આવેલું સૂર્યમંદિર સોલંકીકાલીન હેવાનું મનાય છે. આમ, આ સર્વ પ્રમાણે પરથી જણાય છે કે પ્રાચીનકાલથી ચાલી આવતી સૂર્ય પૂજા છેક સોલંકીકાલ સુધી ગુજરાતમાં સ્વતંત્ર સંપ્રદાય રૂપે અસ્તિત્વમાં હતી. ત્યાર પછીના સમયમાં મુસ્લિમકાળ દરમ્યાન સૂર્યમંદિરને નાશ થતાં તેમજ નવાં મંદિરનું સર્જન અટકી પડતાં ધીરે ધીરે સૂર્ય પૂજાવિષ્ણુપૂજાની સાથે ભળી ગઈ. તેમ છતાં આજે બ્રાહ્મણે સંધ્યાવંદનમાં ગાયત્રી મંત્રની ઉપાસના કરે છે. પંચાયતન મંદિરમાં અને ઘરની સેવામાં સૂર્ય પૂજા ચાલુ છે. ઘણું રવિવાર કરે છે. લગ્ન વખતે વરકન્યાની કુંડળીમાં સૂર્ય નબળો હેય તે સૂર્યના જપ બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવે છે. આજે અનેક લેકે સત્યનારાયણની પૂજા કરે છે. આમાં વિષ્ણુ અને સૂર્યની પૂજાને સમાવેશ થયેલ છે. સૂર્યમંદિરે | ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અનેક પ્રાચીન સૂર્યમંદિરો આવેલાં છે. થાનનું સૂર્યમંદિર જાણીતું છે. પ્રભાસપાટણમાં કેટલાંક પ્રાચીન સૂર્યમંદિર આવેલાં હતાં. આ ઉપરાંત મોઢેરા, જંબુસર, ડભોઈ, નગરા, વીસાવાડા, શ્રીનગર, કિંદરખેડા, સૂત્રાપાડા, કેટઈ (), ઢાંક, પોરબંદર પાસે પરબડી, કેટયર્ક, વડોદરા (અહી છેક ૧૮મી સદીમાં સૂર્યમંદિર બંધાયું હતું), દેલમાલ, પાવાગઢ વગેરે સ્થળેએ જુદા જુદા સમયે બંધાયેલ પ્રાચીન સૂર્યમંદિરે આવેલાં છે. આ સર્વમાંથી કેટલાકમાં સૂર્ય પ્રતિમાઓ ઉત્તરભારતની પ્રણાલિકા પ્રમાણેની જોવા મળે છે. કેટલાંક મંદિર ખંડિત અવસ્થામાં છે. આ સર્વેમાં મોઢેરાનું સૂર્યમંદિર સર્વોત્તમ છે. મોઢેરાનું સૂર્યમંદિર : ગુજરાતમાં મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો છે. આ મંદિર પૂર્વાભિમુખ છે. તે સ્પષ્ટતઃ બે વિભાગમાં વહેંચાયેલ છે. એકમાં ગર્ભગૃહ
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy