SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૌણવ સંપ્રદાય ૪૭ થયો હતો. અલબત્ત બ્રાહ્મણ, વાણિયાઓમાં થોડા રામાનુજી છે. તેઓ વડોદરા, ડભોઈ, અમદાવાદ, સૂરત વગેરે સ્થળે રહે છે. તેઓનાં મંદિર પણ છે. (૨) નિમ્બાર્ક સંપ્રદાયઃ આ સંપ્રદાયના કેટલાક અનુયાયીઓ બારડેલી તાલુકામાં છે. અહીં નિમ્બાર્કોમાયી ભક્તિમંડળ ચાલે છે. (૩) મધવ સંપ્રદાય : ગુજરાતમાં દરજી ગરાસિયા, પાટીદાર વર્ગમાં કેટલાક મશ્વ સંપ્રદાયના અનુયાયીઓ સૌરાષ્ટ્રમાં હોવાનું નોંધાયું છે. (૪) ચૈતન્ય સંપ્રદાયઃ . આ સંપ્રદાયના અનુયાયીઓ છૂટાછવાયા ગુજરાતમાં જોવા મળે છે. પણ તેની કઈ અસર સમાજ પર નથી. (૫) પુષ્ટિ સંપ્રદાય અથવા વલ્લભ સંપ્રદાયઃ શ્રી વલ્લભાચાર્યને જન્મ આંધ્રપ્રદેશમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમને જીવન કાળ વિ. સં. ૧૫૨૯ (ઈ.સ. ૧૪૭૩)થી ૧૫૮૭ (ઈ.સ. ૧૫૩૧) સુધીને મનાય છે. તેઓ શુદ્ધાત સિદ્ધાંતના પ્રણેતા હતા. તેમણે ગુજરાતમાં પ્રેમલક્ષણા ભક્તિ ઉપર રચાયેલ વલભ સંપ્રદાય કે પુષ્ટિ સંપ્રદાયને પ્રચાર કર્યો. તેમણે સમગ્ર ગુજરાતમાં ફરીફરીને આ સંપ્રદાયને પોતાના ઉપદેશ દ્વારા લોકપ્રિય બનાવ્યો. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે ભાગવત પારાયણ કર્યું. જે જે સ્થળે ભાગવત પારાયણ કર્યું તે સ્થળ આ સંપ્રદાયની બેઠક તરીકે ઓળખાય છે. અહીં બેઠકનું મહત્ત્વ એક યાત્રાધામ જેવું છે. સમગ્ર ગુજરાતમાં બધી મળીને તેમની ૨૦ બેઠકે છેઃ (૧) કરછમાં નારાયણસર, સોરાષ્ટ્રમાં (૨) તગડી, (૩) ગુપ્ત પ્રયાગ, (૪) પ્રભાસ, (૫) માધવપુર ઘેડ, (૬) જૂનાગઢ દામોદર કુંડ, (૭) દ્વારકા, (૮) ગોમતી, ગોપી તળાવ, (૧૦) બેટમાં શંખ નારાયણના મંદિર પાસે, (૧૧) પિંડારકતીર્થમાં, (૧૨) જામ ખંભાળિયા, (૧૩) જામનગર, (૧૪)મોરબી, (૧૫) સિદ્ધપુર, ઉ.ગુ.(૧૬) ખેરાળુ, ઉ.ગુ. (૧૭) અમદાવાદ નજીક નરોડા, (૧૮) ગોધરા (જિ. પંચમહાલ), (૧૯) ભરૂચ, (૨૦) સુરત અશ્વિનીકુમારના ઘાટ ઉપર વગેરે. તેમણે જ્યાં ભાગવત પારાયણ કર્યું તે જગ્યા આજે મહાપ્રભુજીની બેઠક તરીકે ઓળખાય છે. વલ્લભાચાર્ય પછી તેમના પુત્ર વિઠ્ઠલનાથજીએ પણ ગુજરાતમાં ઠેર ઠેર ફરી સંપ્રદાયનો પ્રચાર કર્યો હતે. પંદરમા સૈકામાં નરસિંહ, મીરાં વગેરે પ્રેમલક્ષણ ભક્તિને મહિમા ગાય. પણ તેને ટકાવી રાખવાનું કાર્ય વલ્લભાચાર્ય અને
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy