SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ હષ્ણવ સંપ્રદાય ૪િપ પ્રતિમા પધરાવ્યાને ઉલેખ છે. આ વાવ બંધાવનારના કુળમાં અનેક વૈષ્ણવ ભક્તો થયાના ઉલ્લેખો આ લેખમાં છે. ધોળકાની વાવમાં પણ શેષશાયી વિષ્ણુની પ્રતિમા પધરાવ્યાને ઉલેખ છે. વિ. સં. ૧૪૭૩(ઈ. સ. ૧૪૧૭)ના જુનાગઢના રેવતીકુંડ ઉપરના સંસ્કૃત લેખમાં નવનીત ચોર દામોદરની સ્તુતિથી શરૂઆત કરેલ છે. ઉપરના સર્વ ઉલેખો પરથી સલ્તનતકાલ દરમ્યાન ધાર્મિક સંધર્ષ ચાલતે હેવા છતાં વૈષ્ણવ સંપ્રદાય જીવંત હતો એમ સ્પષ્ટ જણાય છે. આ સમયની વિષ્ણુની જે પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે તે મોટા ભાગે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની હોવાનું જણાયું છે. મુઘલકાલ: પંદરમા સૈકાના અંત સુધીમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મ વ્યાપક રીતે વિસ્તર્યો હતો. આ સૈકાના અંતમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મને જુદા જુદા સંપ્રદાયો જેવાકે રામાનુજ સંપ્રદાય, નિમ્બાર્ક સંપ્રદાય, મવ સંપ્રદાય, રાધાસ્વામી સંપ્રદાય, વલ્લભાચાર્ય સંપ્રદાય, સ્વામીનારાયણ સંપ્રદાય વગેરે અસ્તિત્વમાં હતા. આ સર્વેમાં પંદરમી સદી પછી વલ્લભાચાર્યના પુષ્ટિ સંપ્રદાયને ગુજરાતમાં સારો વિકાસ થયા. આજે ગુજરાતના અનેક ગામોમાં વલ્લભલાલજી અને વિઠ્ઠલનાથજીનાં મંદિરે જોવા મળે છે. આ સાથે મરાઠાકાલમાં સ્વામીનારાયણ સંપ્રદાયને ધીરે ધીરે પ્રચાર શરૂ થયો. મુઘલકાલ પછીના સમયમાં વૈષ્ણવ ધર્મને જુદા જુદા સંપ્રદાયોને પ્રચાર વધે. એક બાજુ પુષ્ટિમાર્ગ સંપ્રદાય વિકસવા લાગે, તો બીજી બાજુ સહજાનંદ સ્વામીએ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ગુજરાતના ધાર્મિક જીવનમાં ચેતન આણ્યું. મરાઠી સત્તાના અંત સમયમાં ગુજરાતમાં કેળ, કાઠી, ગરાસિયા વગેરે લૂંટફાટને ધંધે આદરી બેઠા હતા ત્યારે તેમણે પોતાની પ્રતીભા અને ઉપદેશથી પ્રજામાં શુરવીરતા, ભક્તિ, સદાચાર વગેરે ગુણે વિકસાવી નીચલા થરના લેકોને આદર્શજીવનને માર્ગ ચીં. તેમણે વિશુદ્ધ ભાગવત ધર્મની પુનઃ સ્થાપના કરી હિંસામય યજ્ઞો બંધ કરાવ્યા. વ્યસની અને પાખંડી સાધુસમાજને સેવાભાવી અને ચારિત્ર્યવાન બનાવ્યા. સમાજમાં નૈતિક જીવનની સ્થાપના કરી. વાવ, તળાવ, કૂવા વગેરે ખોદાવી લોકકલ્યાણનાં કાર્યો –આરંભ્યાં વડતાલ, ગઢડા વગેરે સ્વામીનારાયણ સંપ્રદાયનાં નોંધપાત્ર તીર્થધામો બન્યાં.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy