SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૌણવ સંપ્રદાય સરસ્વતી પુરાણમાં સહસ્ત્રલિંગ તળાવ ઉપર દશાવતારનું મંદિર હોવાનું જણાવ્યું છે. ધોળકામાં આવેલા લક્ષ્મીનારાયણના મંદિરમાં ચતુર્ભુજ એક પ્રાચીન પ્રતિમા છે તેના ઉપર વિ. સં. ૧૨૬૬ (ઈ.સ. ૧૨૧૦)ને લેખ કતરેલ છે. ભીમદેવ બીજાના સમયમાં વિ.સં. ૧૨૭૩(ઈ.સ ૧૨૭૭)માં રચાયેલ શ્રીધરની દેવપટ્ટણ પ્રશસ્તિમાં શ્રીધરે પિતાની માતાના સ્મરણાર્થે મુરારિપુ(મુરારિ વિષ્ણુ)નું અને રોહિણીસ્વામી નામનું મંદિર બંધાવ્યું હોવાનું જણાવ્યું છે. ભીમદેવ ૨ જાના સમય દરમ્યાન રચાયેલ એક સંવત વગરના લેખમાં જગદેવે ભીમદેવ બીજાને મદદ કર્યાનું તથા વિષ્ણુપૂજાને પ્રચાર કર્યાનું જણાવ્યું છે. કવિ સોમેશ્વરકૃત કીતિ કૌમુદીમાં પાટણના સરોવરને કાંઠે ચાર હજાર હર અને ઉપેન્દ્ર (વિષ્ણુ)ના મંદિર હોવાનું જણાવ્યું છે. પોરબંદર પાસે હરસિદ્ધિ માતાના મંદિરમાંથી વલભી સં. ૯૨૭ (વિ. સં. ૧૩૦૨-ઈ.સ. ૧૨૪૬)ના લેખમાં ગારલક જાતીના શ્રેષ્ઠી મૂલગે સોમનાથમાં પૂજા માટે ગોવર્ધનની મૂર્તિ કરાવ્યાને ઉલેખ છે. વિ.સં. ૧૩૧૭(ઈ.સ ૧૨૬૧)ના વીસલદેવના લેખમાં બલ્લાલનારાયણ અને રૂપનારાયણ મંદિરનો ઉલ્લેખ છે. - વિ.સં. ૧૩૨૦ (ઈ.સ. ૧૨૬૪)ના અર્જુનદેવના કાંટેલાના લેખમાં જણાવ્યું છે કે “સૌરાષ્ટ્રના અધિકારી સામંતસિંહે પોતાના મોટાભાઈના શ્રેયાર્થે સલક્ષ નારાયણનું મંદિર બંધાવી રેવતીકુંડમાં ગણેશ, વિષ્ણુ, ક્ષેત્રપાલ, સૂર્ય, રેવતી, બલરામ વગેરેની મૂર્તિઓ સ્થાપી હતી”. વિ. સં. ૧૩૪૮(ઈ.સ. ૧૨૯૨)ના સારંગદેવના અનાવડાના લેખમાં પેથડે શ્રીકૃષ્ણની મૂર્તિપૂજા પાસે નૈવેદ્ય અને નાટય પ્રયોગો માટે દાન આપ્યાનો ઉલ્લેખ છે. આ લેખની શરૂઆત ગીતગોવિંદના વેઢાનુદ્વતે નમાનિત ઘરે મૂમામુદ્રિવ્રતે નામના શ્રલોકથી કરવામાં આવેલ છે. - વડનગરના પૂર્વ તરફના દરવાજા બહાર આવેલા પ્રાચીન મંદિરના એક દ્વાર ઉપર વરાહ અને વામનની મૂર્તિઓ કોતરેલી છે. આ મંદિર તેરમા સૈકાની શરૂઆતમાં બંધાયેલ હેવાનું અનુમાન છે. રસપ્રકાશ સુધાકર નામના વિદક ગ્રંથના કર્તા યશોધર તેરમા શતકમાં જૂનાગઢમાં થઈ ગયા. તેમણે પોતાના પિતા પદ્મનાભને “વિષ્ણુ પદારવિંદ–રતિકૃત” એવું વિશેષણ લગાડ્યું છે. - - ઉપરનાં સર્વ પ્રમાણે પરથી જણાય છે કે સોલંકીકાળ દરમ્યાન ગુજરાતમાં પૌરાણિક વૈષ્ણવ ધર્મ પ્રચલિત હતો. આ સમયે ગુજરાતમાં ગીત ગોવિંદ કાવ્ય
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy