SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ગુજરાતના ધર્મ સંપ્રદાય ઉપરાંત ઈ.સ.ની આઠમી સદીમાં શ્રીમાળના કવિ માઘે શિશુપાલવધ નામનું કાવ્ય રચ્યું. તેમાં કૃષ્ણભક્તિ અને વૈષ્ણવ સંપ્રદાયની અસર વર્તાય છે. આમ, મૈત્રકકાળ દરમ્યાન વૈષ્ણવ સંપ્રદાય ગુજરાતમાં પ્રચલિત હતા તે ઉપરના ઉલ્લેખો પરથી સ્પષ્ટ થાય છે. મૈત્રકકાલીન વણવ સંપ્રદાય ભાગવત મત અનુસાર હતો. એ સંપ્રદાયના રાજાઓ સ્પષ્ટત: પિતાને પરમ ભાગવત’ કહેવડાવતા. પરમ ભાગવત એટલે ભાગવતના પરમ ઉપાસક. આ સમયે વાસુદેવ સંપ્રદાય ભાગવત સંપ્રદાય તરીકે ઓળખાવા લાગ્યો હતો. વાસુદેવ એટલે યદુકુળના વૃષ્ણિ કુટુંબમાં જન્મેલા વાસુદેવના પુત્ર કૃષ્ણ. વિષ્ણુપુરાણ જે ઈ.સ. ૬૦૦ ની આસપાસમાં રચાયું છે તેમાં કૃષ્ણની રાસક્રીડાને ઉલ્લેખ છે. એ મૈત્રકકાલીન વૈષ્ણવ સંપ્રદાયની કંઈક અંશે ઝાંખી કરાવે છે. આ સમયે ભાગવત સંપ્રદાયને પ્રસિદ્ધ દ્વાદશાક્ષરી મંત્ર “ ના મતે વાયુવય” પ્રચલિત હોય તેમ જણાય છે. સોલંકીકાલ: - ઈ.સ.ના આરંભ પહેલાંના ચાર શતકે દરમ્યાન ભારતમાં પ્રસરેલ વૈષ્ણવ સંપ્રદાય મૈત્રકકાલમાં ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતો હતો. ઈ.સ.ના ચેથા શતકથી અગિયારમા સતક સુધીમાં પોરાણિક વષ્ણવ ધર્મ કૃષ્ણ બાલચરિત, રાધાકૃષ્ણ પૂજા અને દશાવતારની માન્યતા વગેરે સાથે ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં પ્રસર્યો હતેા. સોલંકીકાળ દરમ્યાન વૈષ્ણવ સંપ્રદાય ગુજરાતમાં ઠીક ઠીક પ્રમાણમાં પ્રચલિત થયો. તેના અનેક ઉલ્લેખો મળે છે. - પાટણ પાસે આવેલા કસરા ગામમાં આવેલ ત્રિમૂર્તિને મંદિરમાં ઉત્તર તરફનું મંદિર વિષ્ણુનું હોવાનું જણાય છે. મંદિરની દીવાલોમાં ગરૂડ, વરાહ, વામન અને લક્ષ્મીનારાયણની મૂર્તિઓ છે. આ મંદિર વિ. સં. ૧૦૨૬ (ઈ.સ. ૯૭૬)ની આસપાસમાં રચાયેલું હોવાનું અનુમાન છે. આ પછીના શતકમાં રચાયેલ દેલમાલના લીમ્બાજી માતાના મંદિરની પૂર્વમાં આવેલ એક મંદિરની દીવાલ ઉપર ગરુડ ઉપર બેઠેલ વિષ્ણુની મૂર્તિ જોવા મળે છે. | વિ. સં. ૧૦૮૫ (ઈ.સ. ૧૦૨૬-૨૭)ની આસપાસ બંધાયેલા મઢેરાના સૂર્યમંદિર આગળના કુંડમાં વિષ્ણુની શેષયાયી પ્રતિમા છે. વિ. સં. ૧૦૯૬(ઈ.સ. ૧૦૪૦)ના સિદ્ધરાજ જયસિંહના લેખમાં લખેલું છે કે “સિદ્ધરાજ જયસિંહના સેનાપતિએ ગેન્ગનારાયણનું મંદિર બંધાવ્યું હતું.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy