SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ગુજરાતના ધમ સપ્રદાય દરમિયાન ગુજરાતમાં શૈવ ધર્મની એક શાખા પાશુપત સંપ્રદાય અસ્તિત્વમાં આવી હતી. ઈ. સ. ૧૩૦૪માં ગુજરાતમાં સેાલંકી રાજવીઓની સત્તા અસ્ત પામી અને મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. મુસ્લિમ અમલ દરમ્યાન ગુજરાતમાં અનેક હિંદુ અને જૈન મંદિરના નાશ થયો. આમ છતાં આ સમય દરમ્યાન શૈવ ધર્મ ટકી રહ્યો હતા. આ સમયે નાગનાચ, સારણેશ્વર, ભીડભ ંજન, નીલકંઠ, સિદ્ધનાથ, શ ંખેશ્વર વગેરે ૪૦ થી ૫૦ જેટલાં શિવાલયેા બંધાયાં હતાં એમ આ સમયના ઉપલબ્ધ અભિલેખા પરથી જણાય છે. ધીરેધીરે મુસ્લિમેાના આક્રમણને લીધે ભવ્ય શૈવમદિરા તથા પાશુપત માનાલાપ થઈ ગયા. તેના બદલે ધીરે ધીરે પૌરાણિક શિવભક્તિરૂપે શૈવ ધર્મ ટકી રહ્યો. આ સમયે ઉલુઘખાને જે સેામનાથ મંદિર તેાડયુ હતુ. તેના વિ. સ’. ૧૪૭૩ (ઈ. સ. ૧૪૧૭)માં જૂનાગઢના યાદવ ખે ગારે જીજ્ઞેÍદ્ધાર કરાવ્યેા. પ્રાચીનકાલથી ચાલી આવતી શિવની સાથે નંદિ, ગણેશ, પાવ તી વગેરેની પૂજા આ સમયે પણ ગુજરાતમાં પ્રચલિત હતી. શિવના પ્રિય વાહન નદીના ઉલ્લેખ સલ્તનતકાલીન અભિલેખામાંથી મળે છે. આજી ઉપરના અચલેશ્વર મહાદેવના મંદિરના નદિ ઉપર વિ. સં. ૧૪૬૪ (ઈ.સ. ૧૪૦૮)ના લેખ જોવા મળે છે. કેટલાક સલ્તનતકાલીન અભિલેખામાં મંગળાચરણમાં ગણેશપાર્વતી સાથે નદિના ઉલ્લેખ જોવા મળે છે. મુઘલકાલ દરમ્યાન ગુજરાતમાં પૌરાણિક શિવભક્તિના રૂપમાં સાદે શૈવ ધર્મ પ્રચલિત હતા. ગુજરાતમાં ભાગ્યે જ કાઈ ગામ એવુ હશે કે જ્યાં ગામને પાદર કે મધ્યમાં એકાદ શિવલિંગ કે શિવાલય ન હોય. સામાન્ય લેાકેા ઘર કે મ ંદિરમાં શિવલિંગની સામાન્ય રીતે પૂજા કરતા. આ સમયે શિવ સામાન્ય જનતામાં ભેળા શંભુ તરીકે પૂજાતા. તે સામાન્ય પાણીના લેાટા અને બીલીપત્રથી પ્રસન્ન થાય છે એમ મનાતું. આ સમયે લેાકેા ભક્તિભાવથી નૈતિલિ "ગેા સેામનાથ, કાશી, કેદાર, વગેરેની જાત્રાએ જતા. આ સમયે પ્રાચીન શૈવ સંપ્રદાયાની અસર સમાજ ઉપર વર્તાતી નથી. આ સમયે રચાયેલા સાહિત્યમાં પણ પૌરાણિક શિવભક્તિના ઉલ્લેખ છે. આ સમયે ભાલણનું શિવભીલડી સંવાદ, નાકરનુ શિવવિવાહ રચાયાં. શિવાનન્દે (ઈ.સ. ૧૭૪૪)માં શિવસ્તુતિનાં અનેક પદે અને આરતીએ રચી અને રત્નેશ્વરે શિવમહિમ્ન સ્તાત્રનું ભાષાંતર કર્યું. શામળે શિવપુરાણ માહાત્મ્ય ગુજરાતીમાં ઉતાર્યું. આમ, આ સમયે કવિએએ લેાકરુચિને માન આપી સૌમ્ય સ્વરૂપના શૈવ ધર્માંતે વિકસાવવામાં મહત્ત્વના ફાળા આપ્યા છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy