SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૭૨ ગુજરાતના ધમ સંપ્રદાય જ ઇશ્વરના રાજ્યની નજીક જઈ શકે છે. મન, વચન અને કર્મથી વ્યભિચાર કરવો નહિ, ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર : દક્ષિણ ભારતમાં ઇસુની બીજી સદીના ઉત્તરાર્ધમાં ખ્રિસ્તીઓ આવી વસ્યા હતા. ઈસુની બીજી સદીમાં દક્ષિણ ભારતમાં ખ્રિસ્તી ચર્ચ સ્થપાયું હતું, પણ આ સમયે ભારતીય પ્રજા ઉપર ખ્રિસ્તી ધર્મની કોઇ અસર પડી ન હતી. દક્ષિણ ભારતમાં ધીરે ધીરે પોર્ટુગીઝોની વસ્તી વધતાં ખ્રિસ્તી ધર્મને ફેલાવો થવા લાગે. સલતનતકાલ દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલ દીવ બંદરમાં કેટલાક ફિરંગીઓ વસતા હતા. તેમણે ધીરે ધીરે દીવ અને દમણું બંદરમાં પિતાની સત્તા સ્થાપી. ત્યાં તેમણે ખ્રિસ્તી ધર્મનાં દેવળો બંધાવ્યાં. દમણમાં હાલ તે સમયનું પ્રાચીન દેવળ આવેલું છે. મુઘલકાલ દરમિયાન અકબરના આમંત્રણથી ખ્રિસ્તી ધર્મ પ્રચારકોનું એક પ્રતિનિધિમંડળ દિહી ગયું હતું. તેઓ ત્યાં અકબરના દરબારમાં ઇ.સ. ૧૫૯૪થી ૧૬૧૯ સુધી રહ્યા હતા. બાદશાહ અકબર ખ્રિસ્તી ધર્મગુરુઓની ભાવનાથી ઘણો ખુશ થયે હતો. તેણે તેમને પોતાના રાજ્યમાં વસવાની છૂટ આપી હતી. આ માટે તેણે ઇ.સ. ૧૫૯૭-૯૮માં એક ખાસ ફરમાન બહાર પાડ્યું હતું. આ ફરમાનમાં તેણે ફિરંગીઓને ખંભાતમાં પોતાના ધર્મનું દેવળ બાંધવાની છૂટ આપી હતી. જહાંગીરના ફરમાનમાં ફિરંગીઓને અમદાવાદમાં દેવળ બાંધવાની છૂટ આપી હતી (ઈ.સ. ૧૬૧૨) અને ત્રીજા ફરમાન દ્વારા બાદશાહ જહાંગીરે ઝવેરીવાડમાં પાદરીઓનું કજે કરેલું મકાન તેમણે પાછુ સાંપવાને આદેશ આ હતો. આમ, મુઘલકાલ દરમિયાન ખ્રિસ્તી ધર્મને પ્રસાર ગુજરાતમાં ધીરે ધીરે વધવા લાગ્યો હતો. મરાઠાકાલ દરમિયાન અંગ્રેજોના આગમનને કારણે સૂરત, ભરૂચ, વડોદરાની આસપાસના પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મને ફેલાવો થવા લાગ્યો. જેમ જેમ અંગ્રેજો ગુજરાતમાં સત્તા મેળવતા ગ્યા, તેમ તેમ ખ્રિસ્તી મિશનરીઓએ ધર્મના નામે ધર્માતર પ્રવૃત્તિ દ્વારા ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મને ઠીક ઠીક ફેલાવો કર્યો. મરાઠાકાલ દરમિયાન ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મની રેમન કેથલિક અને પ્રોટેસ્ટંટ શાખાને વિકાસ થયો. જેમ જેમ ખ્રિસ્તી ધર્મને પ્રસાર વધે, તેમ તેમ અંગ્રેજી ભાષાને પ્રસાર પણ વધવા લાગે. આના પરિણામે પશ્ચિમના સાહિત્ય અને વિજ્ઞાનની
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy