SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ગુજરાતના ધમ સંપ્રદાય આ દાબડાની બાજુ ઉપર તેમજ તળિયામાં સંસ્કૃતમાં એક લેખ કતરેલો હતો. આ લેખ પરથી જાણવા મળે છે કે આ સ્તૂપ રાજા રુદ્રસેન ૧લાના રાજ્યકાલ દરમ્યાન (શક) વર્ષ ૧૨૭ (ઈ. સ. ૨૦૫)માં અગ્નિવર્મા અને સુદર્શન નામે બે બૌદ્ધ ભિક્ષુઓએ બંધાવ્યા હતા. પથ્થરના દાબડામાં બુદ્ધના દેહાવશેષ પધરાવેલા હતા. દાબડાના ઢાંકણાની અંદર-ત્રિપિટકમાંનું બ્રાહ્મી લિપિમાં સૂત્ર કેતરેલું હતું. પથ્થરના દાબડાની અંદર તાંબાની દાબડી, ધાતુના ટૂકડા અને એક મણકે મૂકેલો હતો. તાંબાની દાબડીમાં ધાતુની શીશી ઘાટની નાની દાબડી, કપડાંની બે નાની થેલીઓ, લાકડાના કટકા વગેરે અવશેષો હતા. નાની દાબડીમાં જે કાળો ભૂકે હતો તે ભગવાન બુદ્ધની ચિતાના ચંદનના અવશેષ હોય તેમ લાગે છે. સ્તૂપની ઉત્તરે બાંધેલ દીવાલ નદીના પાણીથી રક્ષણ મેળવવા માટે હોય તેમ જણાય છે. સ્તૂપની બાજુમાં ચાર નાના સ્તૂપ હતા. તે માનતા માટે બાંધેલા પ્રતીકરૂપ સ્તૂપ હેવાનું જણાય છે. દેવની મોરીના સ્તૂપ જેવી રચના ભારતમાં અન્ય કેઈ ઠેકાણે જોવા મળતી નથી. ચૈત્યગૃહે : ત્ય સમૂહ માટેનું ઉપાસના-મંદિર છે. ચૈત્યનું પ્રવેશદ્વાર વિશિષ્ટ ઘાટનું હોય છે. એનું પ્રવેશદ્વાર ટોચથી પીપળાના પાન જેવા આકારનું ખૂબ સુંદર રીતે કોતરેલું હોય છે. એની કમાનની નીચે સ્તંભોની હાર હોય છે, ને કાચબાની પીઠની માફક એક છેડેથી વળાંકવાળું હોય છે. મધ્યના મંડપની સન્મુખ પ્રવેશદ્વાર હોય છે. મુખ્ય પ્રવેશદ્વાર ઉપર મોટા ગવાક્ષોની રચના કરેલી હોય છે. તે ચૈત્યગવાક્ષ તરીકે ઓળખાય છે. ચૈત્યગૃહોમાં ભગવાન બુદ્ધનાં દર્શન અને પૂજન અને ઉપાસના કરી શકાતાં. ગુજરાતમાંથી મળેલાં માં બાવાપ્યારા, તળાજા, સાણ, ખંભાલીડા, અને ધીંગેશ્વરના રૌ નોંધપાત્ર છે. બાવાયારાનું ત્યગૃહ : આ મૈત્યગૃહ જૂનાગઢમાં આવેલ બાવાયારાની ગુફામાં આવેલ છે. ચૈત્યની ગુફાની દીવાલ અર્ધવર્તુળાકાર છે. તેનું પ્રવેશદ્વાર લગભગ ૧.૫ મીટર પહોળું હેય તેમ લાગે છે. તળાજાનું ચૈત્યગૃહ ? ભાવનગર જિલ્લામાં તળાજાની ગામની પશ્ચિમે ગૌત્ય ગુફાઓને એક સમૂહ આવેલો છે. ચૈત્યગુફામાં તેણે અને પીઠિકા જળવાઈ રહેલ છે. (જુઓ ચિ.નં. ૧૮)
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy