SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પર્વ મહિમા દર્શને જાય છે. એમ મને વર્ગણાના પુદ્ગલે અતિસૂમ છે. આવા છેલ્લામાં છેલ્લી કોટીના બારીક પુદ્ગલે જાણવાની આત્માની તાકાત તે મનપર્યાવજ્ઞાન- સંજ્ઞીપંચેન્દ્રિય કાયાગદ્વારા ગ્રહણ કરેલા અને મનપણે. પરિણાવેલા એવા પુદ્ગલેને જાણવાની શક્તિ તે “મન:પર્યવજ્ઞાન”. અવધિજ્ઞાની ચૌદરાજ જેવા અસંખ્યાતા ખડક અલેકમાં જોઈ શકે છે, આના કરતાં પણ ક્ષયે પશમ આગળ વધતાં મન:પર્યવજ્ઞાની અઢી દ્વીપમાં રહેલ સંજ્ઞીપ્રાણીઓના મને ગત ભાવે જાણે શકે છે. આત્મા સાથે લેહાગ્નિન્યાયે સંલગ્ન થઈ કર્મરૂપે પરિણમતી અતિસૂમ કાર્પણ વર્ગણાની વાત અત્રે અપ્રાસંગિક હોવાથી છોડી દઈએ. કેવળજ્ઞાન આનાથી પણ ક્ષયે પશય આગળ વધે છે ત્યારે સમગ્ર રૂપી-- અરૂપી પદાર્થોનું સર્વ પર્યાયે યુક્ત ત્રણે કાળનું જ્ઞાન એક સમયમાં. થાય તેને કેવળજ્ઞાન કહેવાય છે. જ્ઞાનના ક્ષય ક્ષપશમની તરતમતાને લીધે તેના જુદા જુદા ભેદો માનેલા છે. તે ભેદને આવરનાર કર્મોને તે ભેદના આવરણીય કર્મ તરીકે ઓળખાય છે. જેમકે મતિજ્ઞાનને આવરનાર–રોકનાર મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનને આવરનાર-રોકનાર શ્રુતજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનને આવરનાર, મન:પર્યવજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનને આવરનાર, અવધિજ્ઞાનાવરણીય, કેવળજ્ઞાનને આવનાર કેવલજ્ઞાનાવરણીય. આ બધા જ્ઞાનને રોકનાર આવરણે દૂર થઈ જાય તે જ કેવળજ્ઞાન. સૂર્યની આડે આવતાં વાદળાં જેમ વિખરાઈ જાય અને સૂર્યનું સ્પષ્ટ દેખાવું થાય તેવી રીતે કેવળજ્ઞાનાવરણીય ખસી જાય, ક્ષય પામે ત્યારે કાયમ માટેનું કેવળજ્ઞાન થાય. જે પાંચ પ્રકારના જ્ઞાનને આત્મામાં કર્મનાક્ષય પશમને આશ્રયી થતાં હોવાથી તેનાં પાંચેના આવરણો હોય છે. પાંચજ્ઞાનમાં શ્રુતજ્ઞાનની મહુદ્ધિકતા. આ પ્રમાણે આત્માના ગુણોનું ધ્યાન રાખી જ્ઞાનના ભેદ પાડેલા. ' છે. હીરે, સોનું, ચાંદી વગેરે અંધારામાં હોય તે તેને મણસ સ્પર્શ કરે પણ તે તેનું કિમતીપણું જાણી શકતા નથી તથા હરે, સોનું, ચાંદી પોતે કિંમતી હોવા છતાં તે પિતે પિતાનું કિંમતીપણું જાણી
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy