SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાળી મહામ્ય અને સ્વનેને ફળાદેશ ૨૪૭ પિતાના નિર્મળ જ્ઞાન, દર્શન, ચારિત્રસંપન્ન સમુદાયને છોડીને શિથિલ આચારવાળા સ્વચ્છંદી સાધુઓના સમુદાયમાં જશે. सिहतुल्यं जिनमत जातिस्मृत्याधनूज्ज्ञितं विपत्स्यतेऽस्मिन् भरतवने धर्मज्ञवजिते ॥४५॥ न कुतीथि कतिर्यचोऽभिभविष्यन्ति जातु तत् । स्वोत्पन्नाः कृमिवत् किंतु लिङ्गिनोऽशुद्धबुद्धयः ॥४६।। लिङ्गिनोऽपि प्राक् प्रभावात् श्वापदाभैः कुतीथि कैः। न जात्वभिभविष्यन्ते सिंहस्वप्नफलं ह्यदः ॥४७॥ જેનામતની મહત્તા. (૫) પાંચમા સ્વપ્નમાં સિંહ દેખાય છે. તેનું સ્વપ્નફળ કહેવામાં આવે છે. સ્વપ્નમાં સિંહ દેખાય તેને ફળાદેશ જૈનમત સાથે કેવા પ્રકારે છે તે જુઓ. જૈનમત-શ્રીજિનેશ્વર ભગવાનને મત એને સિંહના સરખે કહ્યો છે, અર્થાત્ શ્રીજિનેશ્વરના મતને સિંહ કહ્યો છે. એનો અર્થ એ છે, કે બીજા મતો બધા શિયાળ, વૃષભ જેવા છે અને શ્રીજિનેશ્વર ભગવાનને મત એ સર્વસ્વ હોવાથી તેને સિંહના જે કહ્યું છે. પરંતુ આગળ ચાલતાં શ્રીજિનેશ્વર ભગવાનના મતને સિંહના શબ સરખે કહ્યું છે અર્થાત્ આ રીતે શ્રી જિનેશ્વરના મતને શબ કહ્યું છે, તેનું કારણ હવે તપાસીએ. જૈનશાસન પ્રાણવંતુ છે, તેનું કારણ જાતિસ્મરણ, અવધિ અને મન:પર્યવજ્ઞાન એ વિશષ્ટ જ્ઞાને નષ્ટ થએલાં હશે, તેથી જૈનશાસનને સિંહનું શબ કહેવામાં આવ્યું છે. આ રીતે સિંહનું શબ જંગલમાં પડેલું છે. એને અર્થ એ છે કે અતિશય જ્ઞાની વગરનું આ ભરતક્ષેત્ર જંગલ જેવું બની જશે. ભરતક્ષેત્રને વિષે ધર્મને જાણનારો કેઈ વીર પુરુષ રહેશે નહિ. આ ધર્મનિષ્ઠ પુરુષ કેઈ રહેશે નહિ. એથી આ ભરતક્ષેત્ર અરણ્યના જેવું થશે. અરણ્યમાં માણસ મળ જેમ દુર્લભ છે, તે જ પ્રમાણે આ ભરતક્ષેત્રમાં પણ ધર્મ જાણવાવાળા પુરુષે મળવા મુશ્કેલ થશે. આજે તમે શાસનની સ્થિતિ જુઓ તે ખરેખર કોઈ પણ સંશય વિના બરાબર એ જ પ્રમાણેની છે, શ્રોતાઓ કથાભાગમાં રસબળ થઈ જાય છે, પરંતુ જ્યાં તત્ત્વવિભાગ આવે છે, કે તે તરફ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy