SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૪૦ પર્વ મહિમા દર્શન છે. વીરમાં, શૂરવીરમાં ક્ષમા મુશ્કેલ છે માટે એનું ભૂષણ ગણાયું. નાનું બાળક ફેરફૂદરડી ફરે, ચક્કરમાં દેડે એ જરા થાક્તાં ભલે બેસી જાય તે પણ એને ચક્રાવ મટે નહિ, થોડો વખત સુધી તે એને બધું ચક્કર લાગે. સૈનિકો, લડવૈયાઓમાંથી, યુદ્ધ બંધ થયા પછી પણ ઘાતકીપણું, અવિચારીપણું જતું નથી. ક્ષમા વીરસ્થ મૂળનું આ સૂત્રને અવળું લેવું એ કેવળ અવિચારીપણું છે. “ક્ષમા એ કાંઈ કરો માટે નથી, વીર માટે છે, માટે શુરવીર થવું” એ અર્થ વિવેક બહારનો છે, અવિચારી છે. ઘાતકીને ક્ષમા મુશ્કેલ છે માટે તેને ક્ષમા ભૂષણ રૂપ છે. એ સૂત્રનું તાત્પર્ય એ છે કે સામર્થ્ય ધરાવનારમાં સહન કરવું તે મુશ્કેલ છે. યૌવનમાં વ્રત યૌવન વ્રત એથી પણ મુશ્કેલ છે. દેખાદેખીથી, એક બીજાની પ્રેરણાથી, રેગાદિક કારણે વૈવાદિના કહેવાથી વ્રત લેવું મહા મુશ્કેલ છે. આ બધું કહ્યું તે જ પ્રમાણે દારિદ્રપણુની અવસ્થામાં અ૯પદાન દેવું તે પણ મહા મુશ્કેલ છે. દુનિયા એને અગિયારમાં પ્રાણ કહે છે, પણ ખરી રીતે એને પહેલે પ્રાણ કહેવું જોઈએ. એને માટે તો બધા પ્રાણને જતા કરાય છે. દશપ્રાણની ધામધૂમ ધન માટે છે. બધા પ્રાણના ભેગે ધન સાચવવામાં આવે છે. પ્રાણ તે એકને, દ્રવ્યપ્રાણ તે આખા કુટુંબના પ્રાણ. એમાંથી દેવું, ખર્ચવું, અને તે પણ દરિદ્રાવસ્થામાં કેટલું મુશ્કેલ? તે માટે આત્માની તૈયારી કેટલી જોઈએ? સંપત્તિમાં નિયમ, સામર્થ્ય છતાં સહનશક્તિ, યૌવનવયે વ્રત અંગીકાર કરવું તે, તથા દારિદ્રપણાની અવસ્થામાં અલ્પ પણ દાન મુશ્કેલ હોવાથી, તેને માટે આત્માની અભૂતપૂર્વ તૈયારી જરૂરની હોવાથી તે “મામા, ચિત્ત મહાલાભને માટે થાય છે. જે કાર્યો આટલાં મુશ્કેલ હોય તે કાર્ય કરવાથી મહાલાભ થાય તેમાં નવાઈ શી? અર્થાત્ તેમાં લેશ પણ આશ્ચર્ય નથી. આ પહેલું કૃત્ય. બીજું કૃત્યઃ સાધર્મિક વાત્સલ્ય: નામાવજીસ્ટમિ કgo (સાયo go yo૩૨૬) હવે બીજું કૃત્ય સાધર્મિકભક્તિ, સાધર્મિકવાત્સલ્યનું છે. આજ કાલ સાધર્મિક વાત્સલ્યને
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy