SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ અઠાઈ વ્યાખ્યાન ૧૩૮: મહાલાભ ! संपत्ती नियमः, शक्ती सहनं, यौवने व्रतम् । दारिद्ये दानमप्यल्पं, महालाभाय जायते ॥१॥ (અર્થ: સંપત્તિ છતાં નિયમ કરવો, શક્તિ છતાં સહન કરવું, યુવાવસ્થામાં વ્રત લેવું, તેમજ દારિદ્રપણાની અવસ્થામાં અલ્પદાન દેવું તે મહાલાભને માટે થાય છે.) એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. પૌષધ બધા માટે સરખે છે. સામાયિક, પ્રતિકમણ, સંઘપૂજન, કઈ પણ અનુષ્ઠાન તમામ માટે સમાન છે, પણ એ સમાનપણું ક્રિયાની અપેક્ષા છે. પરંતુ, કરનારની સ્થિતિની અપેક્ષાએ, ભાવની અપેક્ષાએ ફળમાં જરૂર ફરક પડશે. સત્તર જંજાળીને એક દિવસ પણ જંજાળ છેડવી કેટલી આકરી લાગે ? એવાને બે ઘડી સુધીનું સામાયિક કરવું પણ મુશ્કેલ પડે છે. આવી સ્થિતિમાં પણ તે કરે કયારે? આત્માની પરિણતિ તીવ્ર થાય ત્યારેને ! જંજાળવાળાને જેટલી તીવ્ર વૃત્તિ કરવી પડે તેટલી તીવ્ર વૃત્તિ જંજાળ વિનાને કરવી પડતી નથી. તીવ્ર વૃત્તિવાળાને તીવ્ર ફળ થાય. નિયમરૂપે અનુષ્ઠાન સમાન છતાં પણ કરનારની વૃત્તિ અનુસાર ફળ થવાનું. મનેશ, પ્રીતિકારક ભેગેને પામીને છેડી દેવા, તેને ત્યાગ કરે એ મુશ્કેલ છે. સંપત્તિમાં નિયમ સહેલું નથી, ઘણે મુશ્કેલ છે. સંપત્તિ વખતે જો નિયમ કરાય તે તે ઘણા ફળને આપે, એમાં નવાઈ નથી, કેમકે એ વખતે નિયમ કરે મુશ્કેલ છે. क्षमा वीरस्य भूषणम् । સંપત્તિમાં નિયમ કરનાર નીકળે તેના કરતાં શક્તિ છતાં સહન કરનાર છેડા સમજવા. ક્ષમા વીરસ્થ માળ એ વાકયનું રહસ્ય શું? શૂરવીર હોય, ઘાત કરતાં, ઘર ફાડતાં, કશું કસ્તાં કશે વિચાર સરખાય ન કરે, તેનામાં ક્ષમા કેટલી મુશ્કેલ ? સૈનિક કયારે થાય ? સામાનું શું થશે એ વિચાર એને હોય ખરો ? મનુષ્ય જાતની દયા વગરના સૈનિકમાં સહનશક્તિ કયાંથી હોય? ઘા સહન કરે પણ ક્ષમા કયાંથી લાવે ? ક્ષમા મૂષણમ્ એને અવળું લેવાથી અનર્થ થાય. “ક્ષમા. એ તે વીરનું ભૂષણ, માટે વીર થવું જોઈએ આ માન્યતા અનર્થકારી
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy