________________
પ્રકરણ ઓગણ૫યાસમું ... ... શેરને માથે સવાશેર
રાજકુમાર રૂપચંદ્ર પત્ની અને પુત્ર સાથે આનંદથી શેઠને ત્યાં રાત પસાર કરી. સવાર થતાં બધાં જાગ્યાં. સ્નાનાદિ ક્રિયા નિપટી ગયાં, ત્યારે શ્રીદ શેઠે પ્રસન્ન થઈ રૂપચંદ્રની પત્નીને કીમતી સાડી અને રૂપચંદને સારી જાતની ઘડી આપી સંબંધને દઢ કર્યો, તે પછી વિનયથી રૂપચંદ્ર શ્રીદને પૂછ્યું, “મહારાજા વિક્રમાદિત્યના દરબારમાં કેવી રીતે પ્રવેશ કરું અને તેમની સેવા કેવી રીતે કરું તે મને કહે ?” જવાબમાં શેઠે કહ્યું, “જે કઈ મહામંત્રી ભમાત્રને છ મહિના સેવા કરી પ્રસન્ન કરે છે તેને મહામંત્રી મહારાજા પાસે લઈ જાય છે, ને તેને મહારાજાની સેવા કરવાનું સૌભાગ્ય મળે છે.” - શ્રીદ શેઠના શબ્દ સાંભળી રૂપચંદ્ર મનમાં આજે જ દરબારમાં જવાનો નિર્ણય કર્યો. મહારાજાને ભેટ ધરવા ફળફળાદિ લઈ રાજદરબાર તરફ તે ચાલ્ય.
રૂપચંદ્ર રાજસભાના પ્રવેશદ્વાર પાસે આવ્યું. અંદર જવા યત્ન કરવા લાગ્યું, ત્યારે દ્વારપાળે તેને રે. એટલે